Abtak Media Google News

Table of Contents

Syrup

હર્બલ અને આયુર્વેદિક સિરપના ઓઠા તળે ઝેરી કેમિકલ અને સ્પીરીટમાંથી શરીરને હાનિકારક સિરપનું ઠેર-ઠેર વેચાણ

શાપર અને અમદાવાદ જીઆઇડીસી ઉપરાંત પંજાબમાં નશાયુક્ત સિરપની ધમધમતી ફેકટરીને તાળા લગાવવા જરૂરી

યુવાધનને બરબાદ કરતુ નશાયુકત આયુર્વેદિક સિરપના કારણે મોટો કાંડ સર્જાવાની દહેશત મેન્યુફેકચરીંગ માટે દેશી દવાના નામે લાયન્સ મેળવી આલ્કોહોલનું સરાજાહેર બેફામ વેચાણ

ગાંધીના ગુજરાતમાં દારુબંધીનો થોડા સમયથી કડક અમલ શરુ કરવામાં આવતા બંધાણીની પ્યાસ બુઝાવવા કેટલાક લેભાગુઓ દ્વારા આર્યુવેદિક સિરપના નામે આલ્કોહલનો વેપલો શરુ કરી યુવાધનને બરબાદ કરી રહ્યા છે. દેશી દવાના નામે લાયસન્સ મેળવી પીવા યોગ્ય નથી તેવા મિથાઇલ આલ્કોહલથી સિરપનું સમગ્ર સૌરાષ્ટ્રમાં ધુમ વેચાણ થઇ રહ્યું છે. સિરપનો નશો કરવાનો ઉપયોગ થતો હોવાનું પોલીસના ધ્યાને આવતા છેલ્લા એકાદ માસથી અનઅધિકૃત રીતે વેચાતા નશાયુક્ત સિરપનો કરોડની કિંમતનો જંગી જથ્થો ઝડપી લીધો છે. નશાયુક્ત સિરપ શાપર, અમદાવાદ જીઆઈડીસી અને પંજાબ સંગુર તાલુકાના પ્રતાપનગર ખાતે બનતું હોવાનું સામે આવ્યું છે.

દેશી દવા બનાવવા માટે તંત્રમાંથી જરુરી મંજુરી લઇ નશાયુક્ત સિરપ બનાવવા આવી રહ્યું આવા નશા યુક્ત સિરપમાં સ્પીરીડ, ઇથેનોલ કેમિકલ, સાઇક્રડ એસિડ અને સ્વીટનર તેમજ ફલેવરનું મિશ્રણ કરી તૈયાર કરવામાં આવતા સિરપ શરીર માટે હાનિકારક છે. આમ છતાં સસ્તો નશો કરવાના આદી આવા સિરપનો નશો કરી પોતાની બરબાદી નોતરી રહ્યા છે. બીજી બાજુ દવા માટે લાયસન્સ આપ્યા બાદ ડ્રગ્સ એન્ડ કંટ્રોલ દ્વારા આવી ફેકટરીનું ચેકીંગ કરવામાં આવું ન હોવાના કારણે નશાયુક્ત સિરપનો બેરોકટોક કાળો કારોબાર ચાલી રહ્યો છે.

વધુમાં વાત કરવામાં આવે તો કે સૌરાષ્ટ્રના યુવાધનને ડ્રગ્સ સાથે નશીલી સીરપના રવાડે ચડાવવાનુ પડયંત્ર ચાલતુ હોય તેમ છેલ્લા એક માસમાં રાજકોટ, પડધરી, ખંભાળીયા, બાબરા, પોરબંદર,શાપરમાંથી 1.64 કરોડની 1,35,730 નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે. ત્યારે બગસરામાં પોલીસ સ્ટેશન પાછળ દુકાનમાં એલસીબીએ દરોડો પાડી 332 નસીલી સીરપ સાથે વેપારીને સકંજામાં લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સિરપના દરોડાની વિગતો મુજબ અમરેલી એલસીબીની ટીમ બગસરા પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસ સ્ટેશનની પાછળ આવેલ પાનની દુકાનમાં નશાયુક્ત સીરપ વેચાતી હોવાની બાતમી આધારે રેઇડ કરતા નશાયુક્ત 332 બોટલ મળી આવતા 349800 સાથે સ્વી કિશોરભાઈ ગોહિલની અટકાયત કરી બગસરા પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાંચએ ગત 3 તારીખે હુડકો ચોકડી નજીકથી નશાકારક સીરપના પ ટ્રક ઝડપી લીધા હતા જેમાંથી 73.27,500ની કિંમતની 73.275 બોટલ કબજે કરી હતી. રીપોર્ટ બાદ કાઈમ બાંગે રાજકોટ ભાજપ અગ્રણી બંધુ ધર્મેન્દ્ર નટવરલાલ ડોડીયા, રૂપેશ નટવરલાલ ડોડીયા, મેહુલ અરવિંદભાઈ જસાણી, લખધીરસિંહ કાળુભા જાડેજા, અશોક ગગજીભાઇ ચૌહાણ અને જયરાજ અમરશીભાઈ ખેરડીયા સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી.

જયારે થોરાળા પોલીસે ગત 6 તારીખે દૂધસાગર રોડ ઉપર ગોડાઉનમાંથી 4200 સીરપની બોટલ કબજે કરી હતી આ ઉપરાંત તેમજ પોરબંદરમાં એક માસમાં 1000 સીરપ બોટલ અને બાદમાં ત્રણ જુદી જુદી દુકાનોમાંથી 30 હજારની સીરપ પોલીસે કબજે કરી હતી. જયારે બે દિવસ પૂર્વે અમરેલી એલ.સી.બી.ની ટીમે સ્વામીનારાયણનગરમાં ગોડાઉનમાં દરોડો પાડી ભાજપમાંથી ચુંટાયેલા નગરસેવિકાના પતિ મુળશંકરભાઇ મણીશંકરભાઇ તૈરૈયા ઉ.વ.45ને નશાકારક કેફી પીણાની 60,10 લાખની કુલ 40,073 બોટલો સાથે ધરપકડ કરી હતી. આ બોટલના સેમ્પલ એફ.એસ.એલ.માં મોકલવામાં બાબરા આવ્યા છે.

જેથી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવાથી સરળતાથી આલ્કોહોલનું વેચાણ કરવા માટે બુટલેગરો દ્વારા નવા કીમિયા બનાવી હવે આયુર્વેદિક સીરપના નામે દારૂનું બેફામ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી હવે પોલીસે પકડી ઉપાડવા દિન રાત એક કરી દીધા હોય તેમ અનેક સ્થળોએ દરોડા પાડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉલેખનીય છે કે,ગુજરાતમાં દવાની આડમાં નશાનો કારોબાર વધી રહ્યો છે. ગુજરાતમાં નશાકારક સિરપનો ખતરનાક વેપલો ચાલી રહ્યો છે. આ ખતરનાક સિરપ જીવલેણ સાબિત થઈ શકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નશાકારક સિરપનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર ચાલી રહ્યો છે. પરંતુ આ સિરપ પીનારા લોકોને ખબર નથી કે, સિરપનો ઓવરડોઝ મોત આપી શકે છે

સીરપમાં શું હોય છે ?
પાણી, ઈથેનોઈલ કેમિકલ (આલ્કોહલ) સાઈટ્રિક એસિડ, સ્વીટનર, ફલેવર

આયુર્વેદિક સિરપમાં આલ્કોહોલ કેટલું?

  • આયુર્વેદિક સીરપમાં 12 ટકાથી વધારે આલ્કોહોલ હોય છે
  • આયુર્વેદિક સીરપમાં બિયર કરતા બે ગણુ આલ્કોહોલ
  • 12 ટકાથી વધારે આલ્કોહોલ એટલે દારૂ જેટલો નશો
  • 300 એમ.એલ, 400 એમ.એક,500 એમ.એલની બોટલમાં દારૂ જેટલો નશો માર્કેટમાં નશાની આ સીરપ 130થી 180 રૂપિયામાં વેચાય છે.

રાજકોટમાં 1992માં સર્જાયેલો લઠ્ઠાકાંડની જેમ નશાયુક્ત સિરપ ફરી જીવલેણ બનશે?

રાજકોટમાં કોલન વોટર (ઘોડા)ના નામે મેડિકલ સ્ટોરમાં વેચાતું કેફી પીણાના કારણે 1992માં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. આ લઠ્ઠાકાંડમાં 29 વ્યક્તિએ જીંદગી ગુમાવ્યા બાદ કોલન વોટરનું વેચાણ બંધ થયું હતું. આવી જ કોઇ મોટી માનવ સર્જીત દુર્ઘટના નશાયુક્ત સિરપના કારણે બનશે તેવી દહેશત વ્યકત થઇ રહી છે.

09 1

નશાયુકત સિરપના કારણે લઠ્ઠાકાંડ થવાની ભીતિ : ડો.સંજય જીવરાજાની

સૌરાષ્ટ્રમાંથી છેલ્લા ઘણા સમયથી નશાયુકત સીરપનો જથ્થો પકડવાનો સીલસીલો યથાવત રહ્યો છે.ત્યારે આયુર્વેદિક સીરપ અને આયુર્વેદિક સીરપના નામે વેચાતી નશયુકત સીરપ વચ્ચેના તફાવતને વચ્ચે માહિતી આપ્યા ડો.સંજય જીવરાજાણીએ ’ અબતક ’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,જે આયુર્વેદિક સીરપ આવે છે.તેમાં આષ્ય અને અરિષ્ટ તેમ બે વનસ્પતિનો ઉપયોગ થાય છે.અને તે સેલ્ફ જનરેટ આલ્કોહોલ છે.જ્યારે પણ કોઈ દર્દીને આ આયુર્વેદિક સીરપ દવા માટે તબિયત દ્વારા લખી દેવામાં આવે છે તો તેને તે સીરપ નો ઉપયોગ દસ દિવસમાં એક પૂરી બોટલ ઉપયોગ થાય તેવી રીતે કરવાનો હોય છે જેથી એક માસમાં વધુમાં અને વધુ ત્રણ બોટલ લો જ તે ઉપયોગ કરે છે.જેથી આ આયુર્વેદિક સીરપનું વેચાણ બને તેટલું ઓછી માત્રામાં થતું હોય છે.

પરંતુ આ નશાયુક્ત આયુર્વેદિક સીરપ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ થયો હોય છે.જે જીવલેણ છે.અને આ પદાર્થનું સેવન કરવાથી લઠ્ઠા કાંડની સ્થિતિ શકે છે જેથી આ પ્રકારની સીરપોને નિસ્તો નાબૂદ કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ સીરપના ત્રણ પ્રકારમાં હોઈ છે જેમાં પ્રથમ કુમારી અશ્વ કે જે મહિલાઓમાં વધારે માત્રામાં ઉપયોગી બને છે, જ્યારે બીજા નંબરે લોહા સૌ નામની સિરપ આવે છે જે હિમોગ્લોબીન જે તે વ્યક્તિને શરીરમાં ઓછું હોય છે તેનો ઉપયોગ કરવા માટે ડોક્ટર તેને આગ્રહ કરે છે જ્યારે ત્રીજા નંબરે દ્રાક્ષવ જેનો ઉપયોગ જે તે વ્યક્તિને શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

રાજકોટમાંથી ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 73 લાખનું નશાયુક્ત સિરપ પકડયું હતું

રાજકોટ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર બી.ટી.ગોહિલ સહિતની ટીમે ગત તા.3 જુલાઇના ગોંડલ રોડ પરથી પાંચ ટ્રક અટકાવી હતી. પાંચેય ટ્રકમાંથી 73 લાખ કિંમતની 73275 બોટલ સીરપનો જથ્થો મળી આવ્યો હતો. કબજે થયેલા સીરપના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા અને સીરપમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાનું ફલિત થયું હતું. કબજે થયેલો સીરપનો જથ્થો રાજકોટ શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રૂપેશ ડોડિયા અને તેના ભાઇ ધર્મેશ ડોડિયા સહિતનાઓએ મગાવ્યાનું ખૂલતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

શાપર પોલીસે 5000 બોટલ સિરપ જપ્ત કરી’તી

શાપર પોલીસે પડવલાની સીમમાં દરોડો પાડી હર્બલના નામે નશાકારક સીરપ બનાવવાનો પર્દાશશ કરી ચાર હજાર બોટલ સીરપ, ખાલી બોટલ,સહીત 6.12 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

નશાયુકત સિરપ પંજાબની ફેકટરીમાંથી ગુજરાતમાં ઘુસાડાયું

ડ્રગ્સ અને નશીલા પદાર્થના કાળા કારોબારના કારણે પંજાબના યુવાધન બરબાદ થઇ ગયા બાદ પંજાબના લેભાગુ દ્વારા ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવી ઉડતા ગુજરાત બનાવી યુવાધનને બરબાદ કરવાના ખૌફનાક કૌભાંડનો ખંભાળીયા પોલીસે પર્દાફાસ કર્યો છે. ખંભાળીયાથી ઝડપાયેલા નશાયુકત આલ્કોહલની તપાસનો દોર પંજાબ સુધી લંબાવ્યો હતો. છેલ્લા એક વર્ષથી પંજાબના શખ્સે નશાયુક્ત સિરપની બે લાખ બોટલ બોગસ જીએસટી નંબર અને ખોટી બીલ્ટીના આધારે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં સપ્લાય કર્યાનો ઘટ્ટસ્ફોટ થયો છે.પંજાબનો શખ્સ એકસાઇઝ અને ફુડસ વિભાગના નિતી નિયમનો દુર ઉપયોગ કરી વધુ માત્રામાં ઇથાઇલ આલ્કોહલનું મિશ્રણ કરી સિરપને અસરકારક બનાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ખંભાળીયા પોલીસે પંજાબની ફેકટરી પર દરોડો પાડયા ત્યારે ત્યાંથી નશાયુક્ત સિરપની બે લાખ બોટલ તૈયાર કરી શકયા તેટલો રો મટીરીયલનો જંગી જથ્થો મળી આવ્યો છે. નશાયુક્ત સિરપ તૈયાર કરીને ગુજરાતમાં જ મોકલવાનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અમદાવાદમાં સિરપ બનાવતી ફેક્ટરી પકડાઈ હતી

ખંભાળીયા પી.એસ.આઈ એન.એચ. જોશી દ્વારા હાથ ધરાતા  ગુન્હામાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર ભરત નકુમની પૂછપરછ દરમ્યાન તેઓ પોતે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની ફેકટરીમાં ઉપરોકત આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરતા હોવાની હકીકતના આધારે ઉપરોક્ત સ્થળે પોલીસે દરોડો પાડી તપાસ કરાતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદીક કાલ મેઘાસવ નામની દવાની આડમાં સિરપનું વેચાણ થતા હોવાનું મળતા દરોડો પાડી આશરે કી.રૂ.21,12,270ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

દારૂ કરતા નશાયુક્ત સિરપનું સેવન જીવલેણ ડો.રાજેશ જાદવ (ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ)

સૌરાષ્ટ્રમાં જેમ જેમ નશા યુક્ત આયુર્વેદિક સીરપ પકડાઈ છે ત્યારે તેનું અવશેષણ અને એફએસએલ કરવા માટે રાજકોટમાં આવેલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં મોકલવામાં આવે છે ત્યારે આ મામલે ’ અબતક’ સાથેની ખાસ વાતચીતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડોક્ટર રાજેશ જાદવે જણાવ્યું હતું કે જે તે સૌરાષ્ટ્રમાં આયુર્વેદિક રસાયુક્ત સીરપ પકડાય છે પ્રથમ તો તેને આયુર્વેદિક કહેવું નકારી શકાય છે કારણ કે જ્યારે આ પકડાયેલી નશા યુક્ત સીરપનું એફએસએલ કરવામાં આવે છે ત્યારે તેના રિપોર્ટમાં જાણવા મળે છે કે આ સીરપ ની અંદર કોઈપણ વનસ્પતિ કે આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જેમાં ઉપયોગી વસ્તુઓ જેવી કે ઇથાઇલ અથવા તો મીથાઇલ, સિન્થેટિક કલર જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આ વસ્તુઓ દારૂ કરતા પણ વધારે જીવલેણ સાબિત બને છે તેથી કહી શકાય છે કે દારૂ કરતાં પણ વધારે આ નશા યુક્ત સીરપો લોકોના શરીરને નુકસાન પહોંચાડે છે. અને વધુમાં તેમને જણાવ્યું હતું કે જે તે અલગ અલગ સ્થળેથી આ સીરપ પકડાય છે.તેમાં હર હંમેશ અલગ અલગ વસ્તુઓનો બનાવટ માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે.

નશાયુક્ત સિરપનું વેંચાણ કરવા શ્રમિકો અને યુવાધનને કરાય છે ટાર્ગેટ

નશાયુક્ત જીવલેણ સીરપનું વેચાણ કરવા માટે સપ્લાયરો શ્રમિક વિસ્તાર અને યુવાધનને ટાર્ગેટ કરે છે જેમાં સપ્લાયરો દ્વારા શ્રમિક વિસ્તારોમાં આવેલી પાનની દુકાન અને બીજી અન્ય દુકાનો પર સીરપ તેના બુટલેગરો દ્વારા પહોંચાડી મજૂરોને વેચવામાં આવે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓ પાસેની પણ ની દુકાન માં સપ્લાયરો દ્વારા સીરપો પહોંચાડીને તેનું મોટી માત્રામાં વેચાણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.