Abtak Media Google News

ગુજરાતમાં જાહેરમાં દારૂના બાર દેખાતા ની પણ કોર્ટમાં દારૂના પેન્ડિંગ કેસ નશાબંધીના કાયદાની ઐસીતૈસી દર્શાવે છે:હાઇકોર્ટ

દમણના દારૂના વેપારીઓની સામે ગુજરાતમાં યેલી ફરિયાદ રદ કરવાના કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ રાજ્ય સરકારની નશાબંધીની નીતિની સરેઆમ નિષ્ફળતાની માર્મિક ટીકા કરી છે. જસ્ટિસ પારડીવાલાએ દારૂના વેપારીઓની ફરિયાદ રદ કરવાની અરજીઓ રદ ઠેરવી છે. સો જ મહત્ત્વપૂર્ણ અવલોકન કરતા ચુકાદામાં નોંધ્યું હતું કે,ગુજરાત ડ્રાય સ્ટેટ છે પણ દમણ જેવા એન્ટ્રી પોઇન્ટ્સ પરી બેફામ ગેરકાયદે દારૂ રાજ્યમાં ઘૂસાડવામાં આવે છે. ત્યારે હવે સમય પાકી ગયો છે જ્યારે દમણને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રદ કરીને તેને ગુજરાતમાં ભેળવી દેવો જોઇએ. જેી નશાબંધીના કાયદાનો અસરકારક અમલ ઇ શકે. કેન્દ્ર સરકારે વધુ મોડું ાય એ પહેલા આ મુદ્દે ધ્યાન આપવું જોઇએ.

કાયદાકીય આંટીઘૂંટી ભરેલા આ કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ પારડીવાલાએ ચુકાદો આપતા એવું અવલોકન કર્યું છે કે,રાજ્ય સરકાર આ કેસ ઝનૂનપૂર્વક લડી છે અને કેમ નહીં. પરંતુ હકીકત એ છે કે રાજ્યમાં દારૂબંધીની નીતિના હકારાત્મક પરિણામો સામે આવ્યા ની. ગુજરાતમાં જાહેર રસ્તાઓ ઉપર દારૂના બાર દેખાતા ની, પરંતુ અદાલતોમાં નશાબંધીના કેસોની ભરમાર છે. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૭ સુધીમાં રાજ્યની વિવિધ અદાલતોમાં કુલ ૩૯૯૨૨૧ ક્રિમિનલ કેસો પડતર છે. જેમાંી ૫૫૬૪૫ કેસો બોમ્બે પ્રોહિબિશન એક્ટ (નશાબંધી કાયદા)ના છે. જે દર્શાવે છે કે રાજ્યની દારૂબંધીની નીતિ અસરકારક ની અવા તો નશાબંધીના કાયદાની અમલવારીમાં મોટા છીંડા છે.

રાજ્ય સરકાર તરફી આ તમામ અરજીઓનો જોરદાર વિરોધ કરાયો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે,ગુજરાત એક ડ્રાય સ્ટેટ હોવા છતાંય અહીં દારૂનો વેપાર તેની ચરમસીમાએ છે. રાજ્યમાં દારૂનો જેટલો જથ્ો પકડવામાં આવે છે, તે પૈકી ૯૦ ટકા દારૂ દમણી ગુજરાતમાં ઠલવાય છે. લાખો રૂપિયાનો ગેરકાયદેસરનો દારૂ નિયમિત રીતે ગુજરાતમાં પકડાય છે. ત્યારે અરજદારોની ગુજરાત રાજ્યની બહાર કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના રહેવાસી હોવાી તેમની કોઇ જવાબદારી બનતી ના હોવાની દલીલ ગ્રાહ્ય રાખી શકાય નહીં. કોઇ પણ વ્યક્તિ ટ્રક ભરીને કરોડો રૂપિયાનો દારૂ ખરીદવા દારૂની દુકાને જાય એ વાતને માની શકાય નહીં. દમણી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનું આ એક સુનિયોજિત કાવતરું છે અને હાલ આ મોડસ ઓપરેન્ડીને પકડી પાડવામાં આવી છે. તેી તમામ અરજીઓ રદ કરવાને લાયક છે.

હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે,અરજદારોએ ગુજરાત રાજ્યમાં નશાબંધીના કાયદા હેઠળના ગુનાને ઉત્તજન આપ્યું છે કે કેમ/ જો આપ્યું છે તો કેટલું/ શું તેઓ કોઇ કાવતરામાં સંડોવાયેલા છે કે કેમ/ એક કે તેી વધુ વ્યક્તિઓ સો તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયા છે કે કેમ તેની તપાસ વી જોઇએ. તેી કેસની તપાસમાં હાલના સંજોગોમાં કોઇ હસ્તક્ષેપ કરવાનું યોગ્ય જણાતું ની. પોલીસને તેની તપાસ પૂર્ણ કરવા દેવી જોઇએ. દારૂબંધીના અમલ માટે દમણને ગુજરાતમાં ભેળવવું જોઇએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.