Abtak Media Google News

બાર કાઉન્સીલની મીટીંગમાં ભવિષ્યના કાર્યક્રમને રાજકોટ બાદ એસો.નો ટેકો

એડવોકેટ એકટમાં લો-કમિશન દ્વારા સુચિત મુસદામાં કરાયેલા સુધારા સાથે કરાયેલી ભલામણના પગલે દેશભરના વકીલોમાં ફાટી નીકળેલા રોષના પગલે લો-કમિશનના ચેરમેન ચૌહાણનું રાજીનામુ માંગી ઉગ્ર લડત આપવાના નિર્ધાર સાથે ગુજરાતના તમામ બાર એસો.ની આવતીકાલે અમદાવાદ ખાતે બાર કાઉન્સીલ દ્વારા બેઠક બોલાવી આગામી લડતની રણનીતી ઘડવામાં આવશે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દરેક બાર એશો.ને તા. ૧૬-૪ ની મીટીંગમાં જે કોઇ ઠરાવ પસાર કરવામાં આવે તેમજ ભવિષ્યમાં પ્રોગ્રામ આપવામાં આવશે તેને રાજકોટ બાર એસો. સહકાર આપશે તેવું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે.

એડવોકેટ એકટસના સુચીત સુધારા બીલ ના વિરોધ અન્વયે તા. ૨૧-૪-૧૭ ના રોજ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા તરફથી દરેક બાર એશો.નોને સુચીત એમેન્ડમેન્ટ બીલની કોપીની હોળી કરી તથા કેન્દ્ર સરકારને જે તે જીલ્લાના કલેકટર માફરત આવેદન પત્ર આપવાનો અનુરોધ કરવામાં આવે છે. તેમજ બપોરે પછી કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનું જે સુચત કરેલું છે. તેનું ચુસ્તપણે પાલન કરવાનું પણ સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. આ ઠરાવની નકલ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મોકલવાનુ: પણ ઠરાવવામાં આવે છે અને આ ઠરાવ અન્ય મીટીંગમાં હાજર રહેલા બાર એશો.ના હોદેદારોની જાણ અર્થે તા. ૧૬-૪ ને રવિવારના રોજ સામાન્ય સભામાં માટે વંચાણે મુકવાની વિનંતી કરવાનો તેઓને અનુરોધ કરવામાં આવે છે. ઉપરોકત ઠરાવને રાજકોટ બાર એશો. ના પ્રમુખ સંજયભા વ્યાસ, સેક્રેટરી મનીષભાઇ ખખ્ખર, ઉપપ્રમુખ જયેશભાઇ બોઘરા, જોઇન્ટ સૈક્રેટરી હરેશ પરસોન્ડા, ટ્રેઝરર રાજભા ગોહીલ, કારોબારી સભ્ય ડી.બી.બગડા, સુમીત વોરા, વિરેન વ્યાસ, નયનાબેન ચૌહાણ, જીજ્ઞેશ એમ.દોશી,તથા નરેન્દ્રસિંહ જાડેજાએ સમર્થન આપેલ છે.

એડવોકેટ એકટમાં લો-કમિશન દ્વારા કરાયેલા સુચિત ભલામણના વિરોધમાં તા.૧૬ ને રવિવારના રોજ બાર કાઉન્સીલ દ્વારા રાજયના બાર એસો.ની બોલાવેલી બેઠકમાં રાજકોટ બાર એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, હોદેદારો અનીવાર્ય કારણોસર ઉપસ્થિત નહીં રહી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.