Abtak Media Google News
  • સામાન્ય સ્પીડ કરતાં તે ડબલ દોડી શકે : પોતાના પાછલા બે પગે ઉભા રહીને તે માણસની જેમ ચાલી શકે છે: રીંછ પાણીમાં આઠ ફૂટ લાંબી છલાંગ લગાવી શકે છે: તે રાત્રિ ભોજન માટે સીલનાં શ્ર્વાસ છિદ્રો પાસે શિકારની રાહ જોવે
  • ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાઈ બરફ ભયજનક રીતે પીગળતા, તેના રહેઠાણો, ખોરાકના સ્ત્રોતોમાં તકલીફ પડતા તે લુપ્ત પ્રજાતિના સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરાયુ છે

ધ્રુવીય રીંછ એ રૂવાટીદાર પ્રાણી છે, જે આર્કટિક ના ઠંડા બરફમાં રહે છે. તે ખૂબ જ સુંદર પ્રાણી છે, તેનો મુખ્ય ખોરાક સીલ છે, અને તે અલાસ્કાથી રશિયા સુધી અને કેનેડાના બર્ફીલા પ્રદેશોમાં જ જોવા મળે છે. આજે તેના પર સંપૂર્ણ લુપ્ત થવાનું જોખમ છે, ત્યારે આ જાતિને બચાવવા વિશ્વમાં પ્રાણી પ્રેમીઓ આજે તેમના માટે વૈશ્વિક સ્તરે ખાસ દિવસ ઉજવી રહ્યા છે.

જંગલમાં રહેતા વિવિધ પ્રાણીઓમાં રીંછ અનેરૂ પ્રાણી છે. વિશ્ર્વમાં હાલ તેની આઠ પ્રજાતિઓ અસ્તિત્વમાં હોવા છતાં પૃથ્વી ઉપર તેની વ્યાપક સંખ્યા જોવા મળે છે. સમગ્ર ઉત્તર ગોળાર્ધ અને આંશિક રીતે દક્ષિણ ગોળાર્ધમાં તેના વિવિધ પ્રકારનાં રહેઠાણો જોવા મળે છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને એશિયાખંડોમાં તે વધુ જોવા મળે છે. તે એક બુધ્ધિશાળી પ્રાણી છે. માણસની સામાન્ય સ્પીડ કરતાં તે ડબલ સ્પીડે થાક્યા વગર દોડી શકે છે. પોતાના પાછલા પગે ઉભા રહીને માણસની જેમ ચાલી શકે છે. આધુનિક યુગના રીંછના સામાન્ય લક્ષણોમાં શેગીવાળ, નાના ગોળાકાર, ટૂંકી પૂંછડી અને કદાવર શરીરમાં નાની પૂંછડીથી તેનો દેખાવ ભરાવદાર લાગે છે.

All Bears Except Polar Bears Are Omnivores: Can Swim 160 Kilometers Without Tiring
All bears except polar bears are omnivores: can swim 160 kilometers without tiring

ધ્રુવિય વિસ્તારના રીંછ માંસાહારી હોય છે તો બાકીના મિશ્રાહારી હોય છે. વિશાળ પાંડા તો વાંસના ઝાડ ઉપર જ વસવાટ કરીને તેના પાંદડાનો ખોરાક લે છે. એક પ્રજાતિ સિવાય બાકી છ પ્રજાતિઓ સર્વભક્ષી છે. એકલવાયુ પ્રાણી છે. દિવસે અને રાત્રે તે ખોરાક માટે શિકાર કરે છે તેની ગંધની શક્તિ પાવરફૂલ હોવાથી તે આરોહક અને તરવૈયા છે. તે ગુફાઓમાં આશરો વધુ લે છે. શિયાળામાં તે સુષુપ્ત અવસ્થામાં વધુ જોવા મળે છે.

રીંછને તાલિમ આપો તે ઘણુ બધુ શીખી શકે છે. તે ખૂબ જ બુધ્ધિશાળી પ્રાણી હોવાથી તેનો નૃત્ય, મનોરંજનમાં સારો ઉપયોગ કરી શકાય છે. બાળવાર્તામાં, પૌરાણિક કથા સાથે માનવ સમાજની વિવિધ સંસ્કૃતિ પાસાઓમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેનો શિકાર પ્રતિનિંધીત હોવાથી તેઓ આજે બચી શક્યા છે. જો કે અમુક  દેશોમાં તેની પ્રજાતિ નાશ પામવા લાગી છે. રીંછને અંગ્રેજીમાં બિયર કહેવાય છે. જે અંગ્રેજી શબ્દ બેરા ઉપરથી આવ્યો છે. ભૂરો, કાળો અને સફેદ કલરનાં નાની-મોટી પ્રજાતિના રીંછ આજે જોવા મળી રહ્યા છે. રીંછનું કદ એક મોટા કૂતરા જેવું જોવા મળે છે. લાખો વર્ષો પહેલાના વિકરાળ રીંછ બાદ તેની પ્રજાતિઓ જીનસ ફેરફાર થવાથી ઘણી પ્રજાતિઓ ફેલાયેલી છે.

All Bears Except Polar Bears Are Omnivores: Can Swim 160 Kilometers Without Tiring
All bears except polar bears are omnivores: can swim 160 kilometers without tiring

પવર્તમાન સંજોગોમાં સૌથી મોટા રીંછ ધ્રુવિય વિસ્તારનાં માનાય છે. નરનું વજન 350 થી 700 કિલો અને 9 થી 10 ફૂટની લંબાઇ ધરાવે છે. સૌથી નાની પ્રજાતિ સૂર્યરીંછ છે જેનું વજન 50 થી 150 કિલો હોય છે. નાના મોઢા વાળા સૌથી મોટી પ્રજાતિના રીંછ દક્ષિણ અમેરીકામાં હતા, જેનું વજન 1600 કિલો અને લંબાઇ 11 ફૂટ હોવાનું જોવા મળેલ હતું. આગળના પગ, મોઢું મજબૂત હોવાથી શિકારને પકડવા, ગુંદર ખોદવા માટે, ખાડો ખોદવા વગેરેમાં તેને કામ આવે છે. સિંહ ઓચિંતો હુમલો કરવામાં માહિર હોય છે. આગળના પંજા પાછલા પગ કરતાં મોટા હોવાથી ઝાડ પર ચઢવા મુશ્કેલી પડે છે.

કાળા રીંછની વસ્તી ગીચ હોય છે, તેના પંજા સૌથી ટૂંકા જોવા મળે છે. શ્રવણ અને દ્રષ્ટિ નબળી હોય છે. જેને કારણે અન્ય માંસાહારી, પ્રાણીઓ કરતાં તે રંગીન દ્રષ્ટિ ધરાવે છે. જે તેને પાકેલા ફળોને જુદા તારવવામાં મદદરૂપ થાય છે. કૂતરા કરતાં પણ તેની ગંધની શક્તિ પાવરફૂલ હોય છે. તેઓ ગંધનો ઉપયોગ એકબીજાને સંકેત આપવા અને સાથીને શોધવા કે હરિફોને ચેતવણી આપવા કરે છે.

All Bears Except Polar Bears Are Omnivores: Can Swim 160 Kilometers Without Tiring
All bears except polar bears are omnivores: can swim 160 kilometers without tiring

હાલના રીંછ ઉતર ગોળર્ધના 60 દેશોમાં વધુ જોવા મળે છે. એક-બે રીંછની પ્રજાતિ 1870ની આસપાસ વિલુપ્ત થઇ ગઇ હતી. હાલ સૌથી વ્યાપક પ્રજાતિમાં ભૂરા રીંછ જોવા મળે છે. બરફના વિસ્તારળામાં સફેદ રીંછ વધુ જોવા મળે છે. પહાડોમાં તે ખોદીને ગુફા પણ બનાવી શકે છે. રીંછની અમુક પ્રજાતિઓ મનુષ્યો માટે જોખમી બની છે. ખાસ કરીને જ્યાં તેઓ આવા હુમલા કરવા ટેવાય ગયા છે. બાકી તે મનુષ્ય ઉપર હુમલો કરવાનું ટાળે છે. કેદમાં રહેલા રીંછોનો ઉપયોગ મનોરંજન માટે વધુ થાય છે. પ્રાચિનકાળમાં તેની પૂજા થતી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલર બિયર બરફ વિસ્તારમાં રહેતું રીંછ છે. તે વિવિધ અવાજો-ઘોંઘાટ સાથે ઉછળકૂદ કરે છે.

All Bears Except Polar Bears Are Omnivores: Can Swim 160 Kilometers Without Tiring
All bears except polar bears are omnivores: can swim 160 kilometers without tiring

રીંછની ઘણી રોચક જાણકારીમાં શિકારીએ નાખેલા ચારાને સાવધાની પૂર્વક ખાય છે ને તેની બુધ્ધિશક્તિ ખૂબ જ સારી હોય છે. તે 64 કિલોમીટરની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે, તે ધારે તો ઘોડાનો શિકાર પણ કરી શકે છે. સામાન્ય રીતે માણસ 20 થી 30 કિલોમીટરની હોય છે જ્યારે રીંછ તેની ડબલ સ્પીડે દોડતું હોવાથી માણસ માટે બચવું અઘરૂ છે. તે વિવિધ રંગોને અલગ રીતે જોઇ શકે છે. રીંછ થાક્યા વગર 160 કિલોમીટર સુધી પાણીમાં તરી શકે છે. 500 કિલોનું વજન ધરાવતા રીંછ ઉતરી ધ્રુવમાં જોવા મળે છે. આજથી બે કરોડ વર્ષ પહેલા તેના આકાર માત્ર એક કૂતરા જેવો હતો બાદમાં ક્રમિક વિકાસ થતાં કદમાં વધારો થયો હતો.

દિવસે સક્રિય રહેતું રીંછનું આયુષ્ય 30 વર્ષનું હોય છે જો કે પ્રાણીઘરમાં 47 વર્ષ સુધી જીવી શકે છે. તેની હૃદ્યની ગતી 40ની અને ઊંઘમાં રહેલ રીંછની ગતી માત્ર 8 ની થઇ જાય છે. તેના પગ કમાન જેવા હોવાથી કદાવર શરીરના સંતુલન માટે ઘણા ઉપયોગી થાય છે. તેનો મુખ્ય ખોરાક વાંસ છે અને દિવસ દરમ્યાન 21 કિલો વાંસ ખાય જાય છે. તેની સુંધવાની શક્તિ એટલી પાવરફૂલ હોય છે કે 32 કિલોમીટર દૂરની વસ્તુની સુગંધ મેળવી શકે છે અને બરફના વિસ્તારોમાં ત્રણ ફૂટે નીચે રહેલી માછલીની સુંગધ પણ મેળવી શકે છે.

All Bears Except Polar Bears Are Omnivores: Can Swim 160 Kilometers Without Tiring
All bears except polar bears are omnivores: can swim 160 kilometers without tiring

મોટા ભાગે રીંછ એકલું રહેતું હોય છે માત્ર પ્રજનન સમયે થોડો સમય સાથ મેળવીને ફરી એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. શિયાળામાં તે લાંબો સમય સુતા રહેવાનું પસંદ કરે છે. માંસ અને માછલીના ખોરાકની સાથે તંદુરસ્ત રહેવા ઘણા બધા છોડના ખોરાકની જરૂર પડતી હોવાથી જે શિયાળામાં હોતા નથી તેથી તે તેના ઉનાળામાં જ સંગ્રહ કરી રાખે છે. માદા રીંછ સુતી હોય ત્યારે તેના બચ્ચા દૂધ પી લે છે.

ધ્રુવીય રીંછનું એક લાખ વર્ષ પહેલાનું અશ્મિ જોવા મળ્યું !

ધ્રુવીય રીંછનાં અસ્તિત્વનું સૌપ્રથમ વર્ણન કરનાર જોન ફિપ્સે 1974 માં તેની ઉત્તર ધ્રુવની સફર નોંધમાં જણાવેલ હતું. 2004 માં એક લાખ વર્ષ પહેલાંનું આ રીંછની અશ્મિ નોર્વેના ટાપુ ફોરલેન્ડ પર જોવા મળેલ હતું. 2008 માં તેને જોખમી સૂચિમાં મૂકવામાં આવેલ 2011 થી આ રીતનો ખાસ દિવસ ઉજવવાનું શરૂ કરાય 2014 માં સમગ્ર દુનિયાએ ગ્લોબલ વોર્મિંગ માં બે ડિગ્રી ઘટાડો કરવાનું વચન આપીને આ રીંછને બચાવવાનું કાર્ય આરંભ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.