Abtak Media Google News
  • જાયન્ટ પાંડા પ્રાણી ઘરમાં 30 વર્ષ જીવે: તે કાળા અને સફેદ રીંછની પ્રજાપતિ છે: ચીનના પર્વતોમાં ઉંચા વાંસના જંગલોમાં જોવા મળે છે: તેમનો મુખ્ય ખોરાક વાંસ છે.
  • પ્રાણી એકલાવાયુ જીવન વધુ જીવે છે: બેબી પાંડા ગુલાબી જન્મે છે, અને 8 અઠવાડીયા પછી આંખો ખોલે છે: તે દુર્ભાગ્યે એક સંવેદન શીલ પ્રજાપતિ મનાય છે: તેને રીંછની સૌથી જુની જીવંત પ્રજાતિ મનાય છે.

જાયન્ટ પાંડા બદલાતા પર્યાવરણ અને તેના આવાસ છિનવાતા તે દુર્ભાગ્યે એક સંવેદનશીલ પ્રજાતિ ગણાય છે. આજે તેમનો રાષ્ટ્રીય દિવસ છે, ત્યારે વિશ્વના ઘણા દેશોમાં તેના સંવર્ધન અને રક્ષણ બાબતેના કાર્યક્રમો યોજાય રહ્યા છે. તે આજના રીંછની સૌથી જુની જીવંત પ્રજાતિ માનવામાં આવે છે. જંગલો કરતાં તે પ્રાણી ઘરમાં સુરક્ષિત રહેતા હોવાથી 30 વર્ષ જેટલું જીવે છે. પાંડા લગભગ ર0 મિલિયન વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. આજે પણ તેમના મુળ ચીનમાં લાંબા ીમયથી આદર ભર્યુ સ્થાન ધરાવે છે. ચીનના ઉંચા પર્વતો ઉપર આવેલા વાંસના જંગલોમાં તેની પસંદગી જગ્યા હોવાથી, ત્યાં વિશેષ જોવા મળે છે. તે ખુબ જ શરમાળ અને એકાંત સ્વભાવમાં જીવન વ્યતિત કરે છે. 1980માં તાઇવાનના પ્રાણી સંગ્રહાલયમાં એક વિશાળ પાંડાને પ્રદર્શીત કરવા સૂર્ય રીંછને કાળો-સફેદ રંગ કર્યો હતો.

Panda Facts 2 1 આજનો દિવસ એને સમર્પિત હોવાને કારણે શહેરી કરણ અને આબોહવા પરિવર્તન જેવા જોખમોથી તેમના નિવાસ સ્થાનને બચાવવા અને સમગ્ર વિશ્વમાં તેમના સંરક્ષણ ને પ્રોત્સાહન આપવા વૈશ્ર્વિક ઝુંબેશ શરુ કરાયેલ છે. 2016માં તેને વિશ્વસ્તરીયે લુપ્તપ્રાય પ્રજાતિમાંથી સંવેદનશીલ પ્રજાતિમાં મુકવામાં આવેલ હતી. 1869માં ફ્રેન્ચ મિશનરીએ ચીનની મુલાકાત લીધી ત્યારે તેને કાળા અને સફેદ રીંછમાથી તેની ચામડી ભેટ અપાઇ હતી. 1961 વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફેડરેશને તેના લોગો પર પાંડા મુકેલ હતું. તે વિશ્વના દુર્લભ અને સૌથી ભયંકર રીંછો પૈકી એક છે.0 9A220 Bc256588 Orig E1411189096235

1984માં ચીનના આ વતની અને સમગ્ર વિશ્વના લોકોનું પ્રિય પ્રાણી પાંડાને તેમના ઓછા પ્રજનનદરને કારણે જોખમ અને લુપ્ત થવાની સંભાવનાને કારણે સંવેદન શીલ કેટેગરીમાં મુકેલ હતું. 2006 માં ચીનમાં અનામત પાંડાની સંખ્યા 13 માંથી 40 થઇ ગઇ હતી, જે તેમનો કુદરતી નિવાસ સ્થાનોમાં ટકી રહેવાની ક્ષમતાની નોંધ આપે છે. 2016માં ખુબ જ સારા સમાચાર મળતા તેની જંગલોમાં 1800 થી વધુ સંખ્યા જોવા મળી હતી. ચીનની છ પર્વતમાળામાં વાંસના જંગલો હોવાથી તેમને ખોરાક મળી રહે છે, તેઓ આહારમાં 99 ટકા વાંસનો ઉપયોગ કરે છે. અને દિવસના લગભગ 12 થી 14 કલાક ભોજન કરવામાં ગાળે છે. ખેતી અને માર્ગ નિર્માણ જેવા માનવ સર્જીત જોખમને કારણે તેનું જીવન મુશ્કેલી ભર્યુ થઇ ગયું છે.Big Panda36

આજે વિશ્વના જંગલોમાં 3 હજાર પાંડા બાકી રહ્યા છે. જંગલોની સાથે ચીન, યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલીયાના પ્રાણી ઘરમાં પણ રહે છે. તેના શરીરની લંબાઇ 1.2 થી 1.8 મીટર સુધીની હોય છે, પુરૂષ પાંડા 160 કિલો અને માદા પાંડાનું 75-125 કિલો વજન હોય છે. તેના શરીરનો આખો ભાગ સફેદ હોય પણ કાન, પંજા અને આંખોની આસ અને ખંભાળ ઉપર કાળા રંગની રૂવાટી હોય છે. તેના જડબા ખુબ જ શકિતશાળી હોય, તો તેને પંજા ઉપર છ આંગળીઓ હોય છે, જે તેને વાંસની ડાળ પકડવામાં ખુબ મદદરુપ થાય છે.Panda Su5Xabm.width 800

જુના જમાનામાં પાંડા માંસાહારી પ્રાણી હતા. તે પર્વતો ઉપર નહી, પણ મેદાનોમાં રહતા હતા, પણ માનવીય કૃષિ પ્રવૃતિ, મોટા પાયે વન નાબૂદી અને વસ્તી વૃઘ્ધિને કારણે તેણે રહેઠાણ ફેરવીને પર્વતોઓ ઉપર રહેઠાણ બનાવ્યું. સિચુઆન પ્રાંતની ટેકરી અને કિનલિંગ પર્વતોના વાંસના જંગલોમાં તેની વસ્તી વધારે છે. તે દરરોજના 30 કિલો વાંસ આરોગી જાય છે. શિયાળા દરમ્યાન તેમના નિવાસ સ્થાનને એલિવેટેડ કરીને નિવાસ સ્થાનને ડિગ્રી વધારે છે. બહું જુજ કિસ્સામાં જ તે માનવ પર હુમલો કરે છે. વસંત ઋતુમાં જ તે નર-માદાની જોડી બનાવે છે. તે દર બે વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. તે ઘણીવાર માંસ અને નાના ઉંદરોનો પણ શિકાર કરે છે. ગરમીથી બચવા ચાર હજાર ઉંચાઇએ સ્થળાંતર કરે છે.

ચીનમાં તે રાષ્ટ્રીય પ્રતિક પણ છે, અને પાંડાની હત્યા માટે વ્યકિતને મૃત્યુ દંડની સજા પણ છે.

3Fe07D04 Panda

પાંડાનો ઉલ્લેખ 1869માં ચીની સાહિત્યમાં જોવા મળેલ

વિશાળ પાંડા અથવા બેઇ-શુંગ, જેનો અર્થ ચીનીભાષામાં ધ્રુવીય રીંછ થાય છે, તે ખુબ જ પ્રાચિન અને દુર્લભ પ્રાણી છે. અન્ય રીંછ કરતાં તેનુ પૂંછડી 1ર સેમી. લાંબી હોય છે. કાળા કાન, ચશ્મા અને પંજા કાળા રંગ સાથે સારા સ્વભાવ અને સુવાળા હોય છે. પાંડાના પંજા તીક્ષ્ણ હોવાથી પ્રાણી કે માનવીને ઘાયલ કરી શકે છે, પાંડાનો પ્રથમ ઉલ્લેખ 1869માં ચીની સાહિત્યમાં જોવા મળે છે. પ્રાણી ઘરમાં તે શેરડી, સફરજન, ગાજર, પ્રવાહી ચોખાના પોરિંજ પણ ખાતા જોવા મળે છે. તેનો ખોરાક પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.

લાલ રંગના પાંડા પણ લુપ્ત પ્રાય પ્રજાતિ

લાલપાંડા જેને લેસર પાંડા પણ કહે છે, તે પૂર્વિય હિમાલય અને દક્ષિણ- પશ્ર્ચિમ ચીનમાં રહેતા નાના સસ્તન પ્રાણી છે. તે કાળા પેટ અને પગ સાથે ગાઢ લાલ ભરો રૂવાટી વાળા હોય છે. કાન મોટા ભાગે સફેદ અને પૂંછડી ભૂરી અને કાળા આછા કલરના વલણો વાળી હોય છે. લાલ પાંડા પણ લુપ્ત પ્રાય પ્રજાતિ કેટેગરીમાં આવે છે, અને તેનો પ્રથમ ઉલ્લેખ 1825 માં જોવા મળેલ હતો. ચાઇનીઝ રેડ પાંડા આનુવંશિક રીતે અઢી લાખ વર્ષ પહેલા અલગ પડી ગયા હતા. 13મી સદીના ચીન સ્ક્રોલ પર લાલ પાંડાનું ચિત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.