Abtak Media Google News

આજથી શરૂ થતાં સંગઠાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા- તૈયારી: રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ આપ્યું માર્ગદર્શન

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રેરિત એનડીએ સરકારે તાજેતરમાં સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ કરતા ભાજપ દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. આજથી ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા સંપર્કથી સમર્થન અભિયાનનો આરંભ થઇ ચૂકયો છે. જુન માસ દરમિયાન વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો યોજાશે. જેના સંદર્ભે આજે અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાઘ્યાય ઓડિટોરિયમ કોમ્યુનીટી હોલ ખાતે પ્રદેશ ભાજપના તમામ મોરચાની સંયુકત કારોબારી બેઠક યોજાશે.

Advertisement

ભાજપમાં યુવા, મહિલા, બક્ષીપંચ, કિશાન, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા લધુમતિ એમ કુલ સાત મોરચા હાલ કાર્યરત છે. લોકસભાની આગામી ચુંટણીમાં સતત ત્રીજી વખત ગુજરાતમાં લોકસભાની તમામ ર6 બેઠકો રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતવા ભાજપ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આજથી રાજયભરમાં સંપર્કથી સમર્થન અભિયાનનો આરંભ થઇ ચૂકયો છે. જે સમગ્ર જુન માસ દરમિયાન ચાલશે આ મહિને લોકસભા અને વિધાનસભા સ્તરે

વિકાસતિર્થ: મંડલસ્તરે લાભાર્થી સંમેલન, શહેરી મંડળે વેપારી સંમેલન પ્રબુઘ્ધ નાગરીક સંમેલન, વિધાનસભા સ્તરે સંયુકત મોરચા સંમેલન, યોગા દિવસની ઉજવણી, બુથ સ્તરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વીસીના માઘ્યમથી કાર્યકરો સાથે સંવાદ, પક્ષના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે બેઠક તથા વાર્તાલાપ, ઘર ઘર સંપર્ક, વિશાળ જનસભા, અને સોશિયલ મીડિયા, પ્રભાવક મીટ જેવા કાર્યક્રમો યોજાશે.

આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે આજે અમદાવાદમાં પ્રદેશ ભાજપના તમામ મોરચાની સંયુકત  કારોબારી બેઠક અમદાવાદમાં યોજાઇ હતી. જેમાં  ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે વિશેષ ઉ5સ્થિત રહી તમામ મોરચાના હોદેદારોને માર્ગદર્શન આપશે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉ5સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.