ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને પૂણ્યતિથિએ શ્રધ્ધાસુમન અર્પણ કરાશે

ધોરાજી, જેતપુર અને રાજકોટ સહિત ઠેર ઠેર મહારકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે

સૌરાષ્ટ્રના સિંહ અને ખેડુત નેતા ગરીબોના મસીહા અને ખેડુતો અને ગરીબોનાં બેલી એવા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની 3જી વાર્ષિક પૂણ્યતીથી નિમિતે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને સહકારી પરિવાર દ્વારા તા.29ના રોજ મહારકતદાન કેમ્પ યોજાશે. તેમજ જેતપૂર ખાતે મહારકતદાન કેમ્પ માર્કેટીંગ યાર્ડ ખાતે અને પ્રવેશ દ્વારનું લોકાર્પણ તેમજ રાજકોટ ખાતે જામકંડોરણા તાલુકા પરિવાર દ્વારા સોરઠીયાવાડી મવડી બાયપાસ બાપાસીતારામ ચોક રાજકોટ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કાલાવડ ખાતે શ્રી સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ દ્વારા મહારકતદાન કેમ્પ યોજાશે.

તેમજ ઉપલેટા ખાતે શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ઉપલેટા દ્વારા લેઉવા પટેલ સમાજ શહીદ અર્જુનરોડ ઉપલેટા મુકામે પણ મહારકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. અને ગોંડલ ખાતે શહેર અને તાલુકાની સામાજીક સંસ્થાઓ દ્વારા અને ભોજપરા ગ્રુપ દ્વારા પ્રસંગ પાર્ટીપ્લોટ ગોંડલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને શ્રીનાથજીની જાખીનો કાર્યક્રમ રાખેલ છે. તેમજ જામકંડોરણા તાલુકા સર્વજ્ઞાતી પરિવાર અને શહેરની તમામ સામાજીક સંસ્થાઓ દ્વારા જામકંડોરણાના ક્ધયા વિદ્યાલય ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજી દરીદ્ર નારાયણની સેવા કરી ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાસુમન અર્પણ કરાશે.

આ તકે જયેશભાઈ રાદડીયા અને તાલુકા ભરના અગ્રણીઓ હાજર રહી શ્રધ્ધાસુમન અર્પણ કરશે. તેમજ રાજકોટ ખાતે રાજકોટ, પડધરી, લોધીકા તાલુકા સહકારી પરિવાર અને એસપીજી ગ્રુપ રાજકોટ દ્વારા પટેલ વાડી યુનીટ 2 બેડીપરા ભાવનગર રોડ રાજકોટ પણ રકતદાન કેમ્પ યોજાશે. અને જેતપૂર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપૂર ખાતે મહારકતદાન કેમ્પ યોજાશે. તેમજ જસદણ ખાતે શ્રી જસદણ તાલુકા સહકારી પરીવાર દ્વારા સાણથલી જુથ સેવા સહકારી મંડળી સાણથલી મુકામે મહારકતદાન કેમ્પ યોજાશે.

તેમજ વિંછીયા તાલુકા સહકારી પરિવાર દ્વારા વિંછીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિંછીયા માર્કેટીંગ યાર્ડ ખાતે પણ મહારકતદાન કેમ્પ યોજાશે. તેમજ સુરત ખાતે સુરભી ગ્રુપ, ખોડલધામ સમિતિ સુરત, જામકંડોરણા, ધોરાજી તાલુકા જેતપૂર તાલુકા અને સમસ્ત રાદડીયા પરિવાર દ્વારા સુરત ખાતે જુદા જુદા વિસ્તારોમાં મહારકતદાન કેમ્પ વૃક્ષારોપણ સર્વરોગ નિદાન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરી ગૌ.વા. વિઠ્ઠલભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરશે. તેમજ કેશોદ ખાતે સર્વ સમાજ દ્વારા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ જે કેશોદ ખાતે લેઉઆ પટેલ સમાજ ખાતે આયોજન કરેલ છે.

ત્યાં દરેક લોકોને બુસ્ટર ડોઝ આપવાનું પણ આયોજન કરાયું છે. તેમજ જુનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને કોરોના વેકસીનનો કેમ્પ યોજાશે. અને ખેડુત નેતા વિઠલભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરશે. તેમજ સુરત ખાતે સદભાવના જીવદયા ધુન મંડળ સુરત ધુન બોલાવીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે.તેમજ અમેરિકા, લંડન, દુબઈ ઓસ્ટ્રેલીયા સહિતના દરીયાપારના દેશમાં વસતા જામકંડોરણા કુમાર અને ક્ધયા છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો કરી ક્ધયા કેળવણીના હિમાયતી અને ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી અર્પણ કરશે. અને ધોરાજી ખાતે માનવ સેવા યુવક મંડળ દ્વારા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરેલ છે.