Abtak Media Google News

આઈટી રિટર્નમાં શંકાસ્પદ બાબત કે ભૂલ જણાય તો ઉંચા દરે ટેકસ વસુલવા આવકવેરા અધિકારીઓને સરકારનું સૂચન

કાળાનાણાને નાથવા સરકારે નોટબંધી કરી હતી જેનાથી કોઈ અજાણ નથી ત્યારે હવે આઈટી રીટર્નમાં કોઈ શંકાસ્પદ બાબત જણાતા કરદાતા પર દંડ વસુલવા આઈટી અધિકારીઓને સરકારે સૂચન કર્યું છે. નોટબંધી બાદના તમામ રીવાઈઝ રીટર્નો આવકવેરા વિભાગનારડારમાં આવ્યા છે. આ રીવાઈઝ રીટર્નોમાં કોઈ ભૂલ કે શંકાસ્પદ બાબત જણાશે તો જે તે કરદાતાએ ૩૦ ટકા ટેકસ વસુલવાનો રહેશે તેમ આવકવેરા વિભાગે જણાવ્યું છે.

Advertisement

નોટબંધી બાદ હજારોની સંખ્યામાં બેંકખાતાઓ ઝડપાયા હતા કે જેમાં ખોટી રીતે નવી નોટો જમા થઈ હોય હવે, આવા લોકોપર બાઝ નજર રાખવા સરકારે તાકીદ કરી છે. સરકારે તમામ ટેકસ અધિકારીઓને કહ્યું છે કે, જે જે કરદાતાઓનાં રીવાઈઝ રીટર્નમાં કોઈ ભૂલ કે ગોટાળા જરાય તો એન્ટી એબ્યુઝ પ્રોવીઝમ ઓફ લો અંતર્ગત કરદાતાઓ ઉંચા દરે ટેકસ ચૂકવવો પડશે.જોકે સરકારના આ પ્રમાણેનાં સૂચનથી સરખામણીએ કાયદાઓ ટેકસદાતાને ઘણીખરી છૂટ આપે છે. ઈન્કમટેકસ એકટ, અંતર્ગત રિવાઈઝ રીટર્નોમાં કરદાતાઓ કોઈ વિગત ન આપી હોય અથવા તો ભૂલ કરેલી હોય તો પણ ફરીથી એએકટ રીટર્નની છૂટ આપે છે.

આઈટી એકટની ૧૩૯ (૫) કલમ હેઠળ કરદાતા રીવાઈઝ રીટર્ન ભરે છે. જયારે આકવેરા રીટર્ન ફશઈલ કરતી વખતે કોઈ બોનફાઈડ ભૂલ, ખામી કે કોઈ વિગત છૂટી ગઈ હોય અથવા કોઈ ગોટાળા થયા હોય ત્યારેજ રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવા એક સીનીયર સીએ દીલીપ લાખાણીએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતુ કે જયારે ટેકસમાંથી છટકબારી કરનારા અને તમામ કાળુનાણું આવકવેરાના સંકજામાં આવશે ત્યારે જ નોટબંધી સફળ ગણાશે.

કરદાતાઓનાં એકાઉન્ટસમાં કોઈ ભૂલ કે ગોટાળા સામે આવે તો આ ભૂલને પકડવા અલગ પ્રકારની તકલીફો વાપરવી જોઈએ જેથી કાળાનાણા ખોરીઓ ઝડપાઈ શકે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ સીબીડીટી એ કહ્યું કે, નોટબંધી બાદ સપ્ટેમ્બર માસમાં ૩ લાખ કરોડની રકમ ઝડપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.