Abtak Media Google News

જીએસટીની અમલવારી બાદ આવકવેરા વિભાગના અધિકારીઓને જ્યુરીડીકશનનો બાદ્ય નહીં નડે સરકાર આવકવેરા કાયદામાં કરશે સુધારો

સરકાર આગામી મહિનેથી એક રાષ્ટ્ર એક કરવેરોના ધોરણે જીએસટીની અમલવારી કરવા જઇ રહી છે. ત્યારે જીએસટીની આ અમલવારીની સાથોસાથ આવકવેરા વિભાગના અધિકારીઓની જ્યુરીડીકેશન પણ વધી જવાની છે. અત્યાર સુધી આવકવેરા અધિકારીઓને જ્યુરીડીકેશનનો બાધ નડતો હતો જે હવે નહીં નડે. આવકવેરા અધિકારી કોઇપણ ખૂણે બેઠા કરદાતાના ચોપડા ફીંદી શકશે.

આગામી મહિનેથી આવકવેરા અધિકારીઓનું જ્યુરીડીકેશનના નિયમો નહીં નડે. ધારો કે, રાજકોટના કરદાતાએ કરવેરા વિભાગની નજરે ન ચડે ત્યાંથી એસેસમેન્ટ ચડાવ્યું હોય એવા કિસ્સામાં દેશના કોઇપણ ખૂણેથી આવકવેરા વિભાગના અધિકારી તપાસ હાથ ધરી શકશે. સરકારના આ નિયમથી આવકવેરા વિભાગની પ્રક્રિયા ઝડપી બનશે તેવુ તારણ છે. અલબત, આ જ પ્રક્રિયાના કારણે ઘણા સ્થળે તોડ પણ થઇ શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવકવેરા વિભાગના અધિકારી હવે ફેસ-ટુ-ફેસ તપાસ કરવાની જગ્યાએ અન્ય કોઇપણ ખૂણેથી ડિજિટલ માઘ્યમથી તપાસ હાથ ધરી શકશે. તેનાથી ભૂગોળીયા સિમાઓ નહીં નડે અને સરકારનો ઇ-એન્વાયર્નમેન્ટનો ઘ્યેય પણ સાકાર થશે. આગામી નાણાકીય વર્ષથી સરકાર આ પઘ્ધતિ અમલમાં લાવી શકે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઇ-રિટર્ન ભરનારાઓની સંખ્યા વધતી જતી હોવાથી સરકાર તપાસને પણ ઓનલાઇન બનાવશે અને ભૌગોલિક બાધોને દૂર કરી કોઇપણ ખૂણેથી તપાસ કરાવી શકશે. હાલ તો સરકાર આ દરખાસ્ત ઉપર વિચારણા કરી રહી છે. જો પઘ્ધતિ અમલમાં આવશે તો એક રીતે આવકવેરા વિભાગના સ્થાનિક અધિકારીઓ સાથે ફેસ-ટુ-ફેસ કોન્ટેક્ટની જગ્યાએ દેશના અન્ય ખૂણેથી સીધી તપાસ થઇ

શકશે. પરિણામે કરદાતાની હેરાનગતિ પણ ઘટશે. હાલતો આ પઘ્ધતિને પોઝીટીવ રીતે જોવામાં આવી રહી છે. જેની અન્ય આડ અસર થઇ શકે તેવુ માનવામાં આવી રહ્યું છે.

રાજકોટના કરદાતાનું એસેસમેન્ટ હવે મુંબઇ કે પુનાના આવકવેરા અધિકારી ચેક કરી શકે તેવી ગોઠવણ સરકાર આવકવેરા કાયદામાં ફેરફાર દ્વારા કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં આ કાયદામાં મૂળભૂત ફેરફાર લાવશે અને ભૌગોલિક જ્યુરીડીકેશન નડે નહીં તેવો સુધારો કરશે. પરિણામે આવકવેરા વિભાગના અધિકારી દ્વારા થતી કાર્યવાહીને પારદર્શક બનાવવામાં મદદ મળશે અને કરદાતાઓ હેરાનગતી અટકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.