Abtak Media Google News

અયોધ્યામાં માત્ર રામ મંદિર જ બનશે બીજુ કંઈ નહીં: મોહન ભાગવત

રામ મંદિર નિર્માણ, ધર્માંતરણ રોકવું અને ગૌરક્ષા અમારો મુખ્ય એજન્ડા હોવાનું ધર્મ સંસદમાં સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું. તેમણે અયોધ્યામાં માત્ર મંદિર જ બનશે કોઈ અન્ય સ્ટ્રકચર નહીં તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. કર્ણાટકના ઉડ્ડુપીમાં ધર્મ સંસદમાં હાજર ૨ હજાર સંતો અને વિશ્ર્વ હિન્દુ પરિષદના નેતાઓની હાજરીમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, આપણે રામ મંદિર બનાવીશું, રામ મંદિરનો મુદ્દો શ્રધ્ધા સાથે જોડાયેલો છે જે કયારેય બદલાશે નહીં.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષોના બલીદાન બાદ હવે રામ મંદિર નિર્માણ હકીકત જણાય રહી છે. અયોધ્યામાં માત્ર રામ મંદિર જ બનશે બીજુ કંઈ નહીં. સંઘના વડા મોહન ભાગવતે ધર્મ સંસદમાં રામ મંદિર નિર્માણ ઉપરાંત ધર્માંતરણ અને ગૌરક્ષાનો મુદ્દો પણ લક્ષ્યમાં રાખ્યો હતો.

કર્ણાટકમાં આયોજીત ધર્મ સંસદમાં હિન્દુ ધર્મને લગતા અનેક મુદ્દાઓની ચર્ચા થઈ છે. આ આયોજન ત્રણ દિવસનું છે જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે રામ મંદિરના મુદ્દે હિન્દુઓને માહિતગાર કર્યા છે. તેમણે ઉમેર્યું છે કે, જે રીતે રામ મંદિર પહેલા હતું તે જ રીતે ફરીથી બનાવવામાં આવશે. પથ્થરોનો ઉપયોગ પણ તેવો જ રહેશે. આ રામ મંદિર ૨૫ વર્ષ પહેલા રામ જન્મભૂમિ મુવમેન્ટના આગેવાનોના માધ્યમથી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.