Abtak Media Google News

પીજીવીસીએલના ડે. એન્જી. જીતેન્દ્ર ભટ્ટે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુકે પીજીવીસીએલ માટે તમામ ઋતુ પડકારજનક હોય છે તેઓએ તાકીદ કરતા જણાવ્યું હતુકે લોકોએ જાગૃત થવાની જ‚ર છે. અને તેમના ઘરમાં રહેલા જુનવાણી વાયરીંગો કે પછી જર્જરીત હાલતમાંવાયરીંગો હોય તેને સુધારવા જોઈએ અને તેની મરામત કરાવવી જોઈએ જેથી કોઈપણ પ્રકારનીજાનહાની ન થાય તેઓએ વિગત આપતા જણાવ્યું હતુ કે વિગત આપતા જણાવ્યું હતુકે પીજીવીસીએલ કચેરી અને તેના અધિકારીઓ ઉપર ભરોસો રાખવો જોઈએ તેઓએ જણાવ્યું હતુ કે તેમના કાર્યક્ષેત્રમાં અનેકવિધ પડકારોનો સામનોકરવો પડયો છે.ત્યારે સૌથી મોટી દુ:ખની વાત તો એ છે કે લોકોનો જે ભરોસો હોવો જોઈએ તે જોવા મળતો નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતુકે એવા ઘણાખરા કનેકશનો કાપી નાખવામાં આવ્યા છે. કોમોર્યીયલ કોપ્લેક્ષમાં જયાં જીવનું જોખમ સૌથી વધુ જોવા મળતું હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુકે ૨૦૨૦ની સાલમાં પી જી વી સી એલનું લક્ષ્ય છે અને સ્વપ્ન છે કે સમગ્ર રાજકોટવાસીઓને અવીરત પાવર મળતો રહે અને તેમની કોઈપણ તકલીફ કે સમસ્યાનો ત્વરીત નિકાલ થઈ શકે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.