Abtak Media Google News

અખિલ ગુજરાત વિદ્યુત કર્મચારી સંઘના અગ્રણી મહેશ દેસાણીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણનું કારણ કે સંઘ દ્વારા મુકવામાં આવેલી માંગણીઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તેમજ પીજીવીસીએલ દ્વારા મહદ અંશે સ્વીકારવામાં આવી છે. હજુ પણ અનેક માંગણીઓ મંજુરી પ્રક્રિયામાં છે જે ટુંક સમયમાં જ સ્વીકારી લેવામાં આવશે. એકંદરે પીજીવીસીએલના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક  કામ કર્યુ છે. જે બદલ હું તમામ કર્મચારીઓનો આભારી છું . વર્ષ ૨૦૧૯ પીજીવીસીએલના કર્મચારી તેમજ અમિલ ગુજરાત વિદ્યુત કર્મચરી સંઘ માટે ખુબ જ મહત્વપૂર્ણ હતું. ઉ૫રાંત તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં સંઘ દ્વારા જે માંગણીઓ મુકવામાં આવી હતી તે તમામ મંજુરી પ્રક્રિયા હેઠળ છે. તો વર્ષ ૨૦૧૯ નો ફાયદો વર્ષ ૨૦૨૦ માં મળશે તે સ્પષ્ટ છે તેમજ દર ત્રણ વર્ષે અખિલ  ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા અધિવેશન રાખવામાં આવે છે જેનું આયોજન આગામી તા. ૧૧-૧ર ના રોજમાં અંબાજીના ધામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત થશે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.