Abtak Media Google News

જો તમે પણ ફ્રી રિચાર્જ મેળવવા માટે મેસેજ મળે છે તો સતર્ક થઈ જોઓ કારણ કે આ મેલેજ તમને મુસ્કેલીમાં મુકાવી શકે છે. ટેલિકોમ કંપનીઓના સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)એ સામાન્ય લોકોને ફર્જી મેસેજ લોભાણી સ્કીમ પર ન આવવા કહ્યું છે. આ ફર્જી મેસેજથી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે સરકારે ઓનલાઇન શિક્ષણ માટે 10 કરોડ ગ્રાહકોને મફત રિચાર્જ યોજના આપવાનું નક્કી કર્યું છે.

મેસેજની આપેલી લિંક પર ક્લિક કરવાથી ચોરી થઈ શકે છે ડિટેલ્સ

COAIએ ચેતવણી આપી છે કે, મેસેજની આપેલી લિંક પર ક્લિક કરવાથી તમારી જરૂરી ડિટેલ્સ મોબાઇલ ફોન પરથી ચોરી થઈ શકે છે. ત્યાર બાદ વધુ ગંભીર અસરો આવી શકે છે.

સરકાર કોઈ પણ મફત રિચાર્જ આપી રહી નથી

COAI દ્વારા જારી કરવામાં આવેલી જાહેર પરામર્શમાં કહેવામાં આવ્યું છે કે, આ ફર્જી મસેજ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારે ઓનલાઇન શિક્ષણ માટે 10 કરોડ ગ્રાહકોને મફત રિચાર્જ આપવાનો વાયદો કર્યો છે. સરકારે આ કૌભાંડ અંગે સામાન્ય લોકોને ચેતવણી આપતા કહ્યું કે, તેઓએ આવા મેસેજને ડિલીટ કરી નાખવા જોઈએ અને કોઈને ફોરવર્ડ પણ ન કરવા જોઈએ.

આવી લિંક પર ક્લિક કરવાનું ટાળો

COAIએ કહ્યું કે, જો તમને આવો કોઈ મેસેજ મળે છે તો લિંક પર ક્લિક ન કરો કારણ કે, તે મોબાઇલ ડિવાઇસમાંથી ડેટા અને માહિતી ચોરી શકે છે. ઉદ્યોગ સંગઠનના સદસ્યોમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા શામેલ છે. COAIએ કહ્યું કે, આવી ફર્જી માહિતીથી લોકો મફત ઓફરનો લાભ લેવા માટે લિંક પર ક્લિક કરી શકે છે. COAIએ ગ્રાહકોને સલાહ આપી છે કે આવી લિંક પર ક્લિક ન કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.