Abtak Media Google News

વોર્ડ નં.૩નાં કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક મહિલાઓ કલેકટર કચેરીએ પહોંચી: એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન આપવાની રજુઆત

એપીએલ રેશનકાર્ડ ધારકોને કેરોસીન બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે ગરીબ પરીવારોને ગેસ પોસાય તેમ ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે વોર્ડ નં.૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા સ્થાનિક મહિલાઓ સાથે કલેકટર કચેરીએ રૂબરૂ રજુઆત અર્થે પહોંચ્યા હતા.

Advertisement

કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છે કે, રાજય સરકાર દ્વારા બહેનોને એલ.પી.જી. કનેકશન મફતમાં આપવાની વાતો કરી રાજકોટ જિલ્લામાં સવા લાખ કનેશનોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ ટાર્ગેટ ઘટાડી ૪૦,૦૦૦નો કર્યો હોવા છતાં આ યોજના સદંતર નિષ્ફળ નિવડી છે કારણકે આ યોજનામાં માત્ર એલ.પી.જી. કનેકશન જ મફતમાં આવે છે ત્યારબાદ દર મહિને ‚રૂ.૯૦૦ની કિંમતનો બાટલો ખરીદવો પડે છે.

જે ગરીબ માણસને પોસાય તેમ નથી જયારે કેરોસીન સસ્તા અનાજની દુકાનમાંથી ‚રૂ.૧૩ થી લઈને ‚રૂ.૧૫ સુધી લીટરના ભાવે મળી રહે છે જેથી ગરીબ માણસ એનો ચુલો સળગાવી શકે પરંતુ રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં ગેસની પાઈપલાઈન આવતા ગરીબોને લુંટી ગેસના બાટલાઓ ઠેકાણે પાડવાનું મોટુ કારસ્તાન એટલે એલ.પી.જી. મફત કનેકશન યોજના એ સાબિત થઈ રહ્યું છે.

જે અંતર્ગત છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજની સરકારી દુકાનોમાં રાશનકાર્ડ પ્રમાણે શહેરની ગરીબ જનતાને મળવાપાત્ર કેરોસીન તેમજ મળવાપાત્ર ઘઉં-ચોખા સહિતની વસ્તુઓ આપવાનું સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે ને શહેરના હજારો રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડ નકામા બની ગયા છે અને છતાં પણ રાજય સરકાર દ્વારા એવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે કે રાશનકાર્ડ ધારકે દર મહિને સસ્તા અનાજની દુકાને ‚બ‚ જઈ લાઈનમાં ઉભા રહી પોતાના કામના કલાકો ખોટી કરી હાજરી પુરવાર કરવી પડે છે.

ત્યારે શહેરમાં પછાત વિસ્તારમાં વસવાટ કરતા હજારો રેશનકાર્ડ ધારકો જે અતિ ગરીબી રેખા નીચે જીવે છે સમયે-સમયે નિયમ અનુસાર બીપીએલ ધારકોની નવી યાદી બનાવવા માટેની કાર્યવાહી થવી જોઈએ. તે સરકારની ઘોર બેદરકારી અને ગરીબો પ્રત્યેના ઓરમાયા વર્તનને કારણે થઈ શકી નથી. જેથી સરકારી આંકડાઓમાં શહેરી ગરીબી રેખાના આંકડાઓને છુપાવવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.