Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.ના જન્મોત્સવ નિમિત્તે  

Whatsapp Image 2018 09 23 At 7.31.19 Pm 1

શ્રમણ સંઘીય માસક્ષમણ તપ આરાધક પૂ. સંયમજ્યોતીજી મહાસતીજીના તપની ભૂરી ભૂરી અનુમોદના સો ભક્તિભીના સન્માન યાં : મારા અવગુણોનો અંત થજોનો નાદ પ્રગટે ત્યારે નમો અરિહંતાણ પદ સાર્થક થાય: પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂ નમ્રમુનિ મ. સા.ના બ્રહ્મનાદી નમસ્કાર મહામંત્રની કરાવવામાં આવેલી અલોકિક અને અદભૂત જપ સાધનામાં હજારો ભાવિકોનો સમુદાય દિવ્યતાની અનુભૂતિમાં લીન-તલ્લીન બની ગયો હતો.

રાષ્ટ્રસંત પૂ.ના ૪૮માં જન્મોત્સવ નિમિતે આયોજિત સાત દિવસના માનવતા મહોત્સવ અંતર્ગત પ્રમ દિવસે રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ સી. એમ. પૌષધશાળા-ઓમાનવાલા ઉપાશ્રયના ઉપક્રમે ડુંગર દરબાર ખાતે આયોજિત નમસ્કાર મહામંત્રની જપ સાધનામાં નમસ્કાર મહામંત્રના એક-એક પદની વિસ્તૃત જાણકારી આપીનેરાષ્ટ્રસંત નમસ્કાર મહામંત્રમાં સમાયેલાં રહસ્યોને પ્રગટ કર્યા હતાં.

આ અવસરે રાષ્ટ્રસંત પૂ.એ ફરમાવ્યું હતું કે, આપણે હંમેશા કંઠ દ્વારા બોલીને નમસ્કાર મંત્રને માત્ર શબ્દ બનાવી દેતાં હોઈએ છીએ. પરંતુ નમસ્કાર મંત્રના પદો જ્યારે નાભિના નાદી પ્રગટ ાય છે ત્યારે તે માત્ર શબ્દ ન રહેતાં, માત્ર અક્ષરોનું સંયોજન ન રહેતાં, મંત્ર બની જતાં હોય છે.

અરિહંત ભગવાનને આ જગતનાં સર્વશ્રેષ્ઠ ઉપકારી તત્વ તરીકે ઓળખાવીને રાષ્ટ્રસંત પૂ.એ કહ્યું હતું કે, જેના જીવનમાં કોઈ શત્રુ ન હોય, દરેકે દરેક જીવ મિત્ર હોય તે અરિહંત હોય છે. એવા અરિહંત ભગવાનને નમસ્કાર કરતું પદ ત્યારે જ સાર્થક બનતું હોય છે જ્યારે હે પ્રભુ, મારા અવગુણોનો અંત ાય એવાં નાદનુ પ્રાગટ્ય તું હોય છે. જન્મ સમયની આહાર પર્યાપ્તિને રીચાર્જ કરવાનું સામર્થ્ય ધરાવતાં’નમો અરિહંતાણં’ પદનું પ્રાગટ્ય અવગુણોને દૂર કરવાની વિજયમુદ્રા સાથ કરવામાં આવે છે ત્યારે અવશ્ય વિજયની પ્રાપ્તિ તી હોય છે. આ તકે ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.ના મુખેથી મંગતકર સ્તોત્રની આરાધના કરાવવામાં આવી હતી.

આ તકે રાજકોટના નેમિના વિતરાગ સનકવાસી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન શ્રમણસંઘીય આચાર્ય પૂ. શિવમુનીજી મ. સા.ના આજ્ઞાનુવર્તી પૂ. અમિતજ્યોતિજી મહાસતીજીના સુશિષ્યા પૂ. સંયમજ્યોતિજી મહાસતીજીની માસક્ષમણ તપની ઉગ્ર આરાધનાની અનુમોદના કરીને એમનું ભક્તિ ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.

પૂ. મહાસતીજીના તપની અનુમોદના કરવા ર્એ આ અવસરે અખિલ ભારતીય સનકવાસી શ્વેતામ્બર જૈન કોન્ફરન્સ, દિલ્હીનાં અધ્યક્ષ મોહનલાલજી ચોપડા, શ્રી પારસજી મોદી, રુચિરાજી જૈન તેમજ રાજસન સમાજના ઉત્તમજી સુરાના આદિ ભાવિકો વિશેષરૂપે ઉપસ્તિ રહ્યા હતા.

ઋચિરાજી જૈન તેમજ રાજકોટ સનકવાસી જૈન મહિલા મંડળના સુલોચનાબેન ગાંધી તેમજ વીણા બેન શેઠના હસ્તે પૂ. મહાસતીજીને તપસ્વી રત્નાની શાલ અર્પણ કરવામાં આવ્યાં બાદ ઉપસ્થિતિ ગોંડલ સંપ્રદાયનાં સાધ્વીવૃંદના હસ્તે પણ પૂ. તપસ્વી મહાસતીજીને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પૂ. તપસ્વી મહાસતીજીની અનુમોદના કરતાં આ અવસરે પૂ. અમિતજ્યોતિજી મહાસતીજીએ વ્યક્તવ્ય આપીને રાષ્ટ્રસંત પૂ.  પ્રત્યે ઋણ સ્વીકૃતિના ભાવ પ્રગટ કર્યા હતાં.

આ અવસરે ઋચિરાજી જૈન, ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારીએ એ ખુબજ સુંદર શૈલીમાં પૂજ્ય તપસ્વી મહાસતીજીના તપની અનુમોદના કરતાં હર્ષનાદ છવાયો હતો. વીતરાગ નેમીના સંઘની બાલિકાઓ દ્વારા સુંદર નૃત્યની પ્રસ્તુતિ સો તપ ધર્મની અનુમોદના કરવામાં આવી હતી. દિવસે રાષ્ટ્રસંત પૂ.ની પ્રેરણાથી રાજકોટના શેઠ ઉપાશ્રયના આંગણે અમદાવાદ ની સુવિખ્યાત શેલબી હોસ્પિટલના ડોક્ટર્સના સહયોગે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એની સો જ રાજકોટના ઉવસગ્ગહરં સાધના ભવનમાં વિશેષ રૂપે ટ્રક ડ્રાઈવર, ટેમ્પો,ટેક્સી, રીક્ષાડ્રાઈવર, બસ ડ્રાઈવર આદિપબ્લીક સર્વિસ આપતાં ડ્રાઇવરોની આંખની અમીઓને લક્ષમાં રાખીને નિ:શુલ્ક આઈ ચેક અપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.