Abtak Media Google News

ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનાએ ગરમીમાં દેશના વિવિધ જગ્યાના કુલ ૧૩૩ રેકોર્ડને તોડી નાખ્યા છે. ફેબ્રુઆરી સદીનો ચાથો સૌથી ગરમ મહિનો હતો. અલનીનોની દરવખતે અસર હોવાના કારણે ગરમી વધુ અનુભવાતી હતી. પરંતુ આ વર્ષે અલનીનો અસરકારક ન હોવા છતાં પણ ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન ૧.૫૩ ડિગ્રી સે. વધુ હતું.

વર્ષ ૧૯૦૧ બાદ ગત ફેબ્રુઆરી ચોથો સૌથી ગરમ ફેબ્રુઆરી મહિનો હતો. એ પણ પેસિફીક મહાસાગરના અલનીનોની અસર વગર.. ભારતીય હવામાન વિભાગને દેશના વિવિધ ભાગમાં નોંધાયેલી ગરમીના આંકડા પરથી માલુમ થયુ છે કે ફેબ્રુઆરીએ ર૦મી સદીના તમામ રેકોર્ડ તોડયા છે. વર્ષ ૨૦૧૬-૧૭નો ફેબ્રુઆરી મહિનો અત્યાર સુધીના અન્ય શિયાળુ મહિના કરતા સૌથી વધુ ગરમ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.