Abtak Media Google News

સ્થાનિક મુસ્લિમો દ્વારા બેઝ કેમ્પમાં સ્ટોલ નાખીને યાત્રા કરવા માટે મદદ પુરી પાડવામાં આવે છે

અમરનાથ યાત્રા માટે ઘણા જ હિન્દુઓની જેમ કેટલાક મુસ્લિમો પણ રાહ જોતા હોય છે એ સાંભળીને તમને નવાઈ લાગશે. પરંતુ જમ્મુ-કાશ્મીરની ઉતર ભાગમાં વાર્ષિક અમરયાત્રાના હિન્દુ યાત્રિકોને જેન ઉદ અબીદીન નામના મુસ્લિમ શખ્સ દ્વારા બાલટાલ માંથી પસાર થતા હોય ત્યારે ચાલવા માટે લાકડીઓ આપવામાં આવે છે.

અમરનાથના યાત્રિકોને યાત્રા દરમ્યાન લસરકાવાળા ઢોળાવો પર બરફ અને કાદવનો સામનો કરવા માટે આ લાકડીઓ ખુબ જ ઉપયોગી છે. ખાસ કરીને બાળકો અને ઘરડાઓને ખુબ જ મદદગાર નિવડે છે ત્યારે આ યાત્રિકોને લાકડી વહેંચીને આત્મસંતોષની અનુભૂતિ થઈ રહી હોવાનું જેન ઉદ અબીદીન જણાવે છે.

અમરનાથ યાત્રાએ એકતા અને અખંડતાનો સંદેશ આપે છે કે જયાં કોઈ ધર્મના બંધનો નડતા ન હોય તેવું લાગે છે. આ યાત્રિકો સ્થાનિકોના સહકાર વિના અધુરા છે જેઓ દ્વારા યાત્રિકોને આવકારી તેમને યાત્રા માટે સગવડતા પુરી પાડે છે. આ અંગે નંદલાલ નામના યાત્રિક જણાવે છે કે તેમણે અમરનાથની ૧૯મી યાત્રા અબિદીન પાસે તેમના દ્વારા અપાયેલી લાકડી ખરીદીને કરી છે. તેઓ જણાવે છે કે આ લાકડી યાત્રાને સરળતાથી કરવામાં મદદ‚પ છે.

સ્થાનિકો હંમેશા અમરનાથ યાત્રાની સગવડતા માટે મદદ‚પ બનતા હોય છે. તેમના ગુફાઘરો બરફવર્ષા વખતે ભગવાન શિવની શકિતની અનુભૂતિ પુરી પાડે છે. આ મીણ અને વેનના મિશ્રણથી પારદર્શક ઘરમાંથી ચંદ્રના પણ દર્શન થઈ શકે છે. કાશ્મીરી મુસ્લિમ પરિવારો દ્વારા આવા ઘરો ૧૫૦ વર્ષથી બનાવવામાં આવે છે. ૧૯૯૬માં સ્થાનિકોએ બચાવ-રાહતની કામગીરીમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. જયારે બરફવર્ષામાં ૨૦૦ યાત્રીઓના મોત થયા હતા. આ યાત્રા બેઝ કેમ્પમાં બજાર સ્થાનિક મુસ્લિમો દ્વારા સેંકડો સ્ટોલ થકી યાત્રિકોને મદદગારી પુરી પાડવામાં આવે છે માટે આ સ્થાનિક મુસ્લિમોની મદદ વિના આ યાત્રા કરવી શકય નથી. જે લોકો ઘોડે સવારી કે પાલખી દ્વારા યાત્રા નથી કરતા તેઓ સ્થાનિકોની મદદથી સુંદર રીતે યાત્રા કરી શકે છે એવું એક સુંદર શર્મા નામના યાત્રિક જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.