Abtak Media Google News

૭ બિલ્ડીંગો ધરાવતી ૩૬ રૂમની શાળામાં ૧૪ કલાકના ઓપરેશનમાં બે સૈનિકો પણ ઘવાયા

શ્રીનગર જમ્મુ હાઇવે પર આવેલ ડી.પી.એસ. સ્કુલમાં ગઇકાલે  બે આતંકીઓ ઘુસી આવ્યા હતા. સી.આર.પી એફ. પંથા ચોક ખાતે હુમલો કર્યા બાદ સેના દ્વારા ૧૪ કાલક ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં બે સૈનિકો ઘવાયા હતા. તેમજ સેના દ્વારા બે આતંકીઓને ઠાર મરાયા હતા.

સી.આર.પી.એફ પરનાહુમલો થયો તે વિસ્તાર હાઇ સિકયુરીટી ઝોનમાં આવે છે તેમજ શ્રીનગર બેઝ આર્મીના હેડ કવાર્ટરથી એક કિલોમીટર કરતા ઓછા અંતરે આવેલ છે. ત્યારબાદ સિકયુરીટી ફોર્સ દ્વારા શાળાના વિસ્તારની આવેલ સાતેય બિલ્ડીંગોને ચો-તરફથી ઘેરી લીધી હતી. આ શાળાના ૩૬ ‚મના વિઘાર્થીઓ અને સ્ટાફને જાતે જ શાળામાં ગેરહાજર રહ્યા હતા. આ શાળામાં આતંકીઓ વહેલી સવારે ઘુસી આવ્યા હોવાનુ: એક પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. સિકયુરીટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે સામ સામા ફાયરીંગથી શ‚આત વહેલી સવારે ૩.૪૦ કલાકે થઇ હતી. અન મુઠભેડમાં બે આતંકીઓને ૧૪ કલાકની જદ્ાહેજહેમત દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા. આ અધિકારીના જણાવ્યા પ્રમાણે સેના દ્વારા એન્કાઉન્ટરની જગ્યા પર ભુર્ગભમાં ઘુસી ઓપરેશન હાથ ધરાયું હતું. આ ગોળીબાર વખતે બે સૈનિકો ઘવાયા હતા જેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આ અગાઉ જમ્મુ અને કાશ્મીરના ડી.જી.પી. એસ.પી. વૈદ્યે જણાવ્યું હતું કે બે આતંકીઓ શાળાના બિલ્ડીંગમાં ઘુસ્યા હોવાની માહીતી મળી હતી. ૩૬ ‚મની આ બીલ્ડીંગમાં ‚મે-‚મે તથા માળે માળે ચેકીંગ કરવું પડયું હતું. સિકયુરીટી ફોર્સ દ્વારા સ્કુલની બિલ્ડીંગને સુરક્ષિત કરવામાં સફળતા મળી હતી. આ વખતે શાળામાં વિઘાર્થીઓ ન હોઇ તેમના અભ્યાસ પર અસર પહોંચી ન હતી. તેમજ હવે વિઘાર્થીઓ તથા શાળાને કોઇ ખતરો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.