Abtak Media Google News

ખાદ્ય ચીજોનો સ્ટોક કરીને ગ્રાહકોને સીધું વેચાણ કરનારી પહેલી ઇ-કોમર્સ કંપની બની

એમેઝોને ભારતમાં ફૂડ રિટેલિંગ બિઝનેસ શરૂ કર્યો છે. જેની શરૂઆત પૂણેથી કરવામાં આવી છે. આ સાથે એમેઝોન ભારતમાં ખાદ્ય ચીજોનો સ્ટોક કરીને ગ્રાહકોને સીધું વેચાણ કરનારી પહેલી ઇ-કોમર્સ કંપની બની છે. સૂત્રના જણાવ્યા અનુસાર એમેઝોન હવે Amazon.in પર વેન્ડર છે અને અત્યારે પૂણેમાં બિઝનેસ કરી રહી છે. પ્રોડક્ટ્સનું વેચાણ એમેઝોન રિટેલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Advertisement

અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, એમેઝોન માટે દેશભરમાં ફૂડ રિટેલિંગ બિઝનેસ શરૂ કરતાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, એમેઝોને ગયા મહિને પૂર્ણ માલિકીના રિટેલ સાહસમાં ૫૦ કરોડના રોકાણ માટે સરકારની મંજૂરી લીધી હતી. જેમાં ઓફલાઇન અને ઓનલાઇન ચેનલ્સ દ્વારા ભારતમાં ઉત્પાદિત અને પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સના વેચાણનો પ્રસ્તાવ હતો. ફૂડ-ઓન્લી રિટેલિંગ બિઝનેસ માટે અરજી કરનારી એમેઝોન એકમાત્ર વૈશ્વિક કંપની છે. આ સેક્ટરમાં સરકારે ગયા વર્ષે ૧૦૦ ટકા વિદેશી રોકાણની મંજૂરી આપી હતી. એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ભારતમાં અમારો ફૂડ રિટેલ બિઝનેસ લોન્ચ કરવા નિર્ધારિત યોજના મુજબ આગળ વધી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, એમેઝોનનું આ સાહસ એવા સમયે શરૂ થયું છે જ્યારે હરીફ વોલમાર્ટ ભારતની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં હિસ્સો ખરીદવા સક્રિય છે. જોકે, વોલમાર્ટે ફૂડ રિટેલ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી દર્શાવી નથી. કંપનીના જણાવ્યા અનુસાર માત્ર નીચા માર્જિનની ખાદ્ય ચીજો વેચવાનું આર્થિક રીતે લાભદાયી જણાતું નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.