Abtak Media Google News

ઓફર પ્રાઇસ બેન્ડ રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ.205 થી રૂ.216 નક્કી થઇ છે

 

અબતક-રાજકોટ

સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો આઇપીઓ આવતીકાલે ખુલશે.  ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ.205થી રૂ.216 નક્કી થઈ છે. બિડ લઘુતમ 69 ઇક્વિટી શેર અને પછી 69 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

કંપનીએ સિઓન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (પ્રમોટર વિક્રેતા શેરધારક)દ્વારા રૂ.1,100 કરોડના કુલ ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (ઓફર ફોર સેલ)દ્વારા આઇપીઓ મારફતે ફંડ ઊભું કરવાની યોજના ધરાવે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે.ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – એક્સિસ કેપિટલ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ છે.

નાણાકીય વર્ષ 2020-21માં અમારૂં કુલ કરન્સી થ્રૂપુટ કે અમારા તમામ એટીએમ અને રિટેલ કેશ મેનેજમેન્ટ વ્યવસાયો દ્વારા પાસ થયેલા ચલણનું મૂલ્ય 9,158.86 અબજ હતું. અન્ય વ્યવસાયોમાં લાંબા ગાળાના કરારો અંતર્ગત બેંકો માટે સંપૂર્ણ આઉટસોર્સ્ડ આધારે એસેટ અને ટેકનોલોજી સોલ્યુશનની સ્થાપના, જાળવણી અને મેનેજમેન્ટ સામેલ છે. સીએમએસ કેશ મેનેજમેન્ટ સર્વિસીસ, એટીએમ અને અન્ય માટે મેનેજ સર્વિસીસમાં કામ કરે છે, જેમાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ કાર્ડ ઇશ્યૂઅન્સ તથા બેંકો અને કાર્ડ પર્સનલાઇઝેશન સર્વિસીસ માટે મેનેજમેન્ટ સામેલ છે. એના ગ્રાહકોમાં ટોચની સરકારી બેંકો અને ખાનગી બેંકો સામેલ છે, જેમ કે એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઈ બેંક. સીએમએસની પ્રમોટર સિઓન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ છે (જે પ્રાઇવેટ ઇક્વિટી કંપની બેરિંગ પ્રાઇવેટ ઇક્વિટી એશિયાની સંલગ્ન કંપની છે, જે 30 જૂન, 2021 સુધી 27 અબજ ડોલરની એસેટ અંડર મેનેજમેન્ટ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.