Abtak Media Google News

વર્ષ 2021માં યુએસમાં અભ્યાસ કરતા 2 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા અપાયા !!!: પ્રતિ વર્ષ ભારતીય વિધાર્થીઓની સંખ્યામાં 19 ટકા જેટલો વધારો નોંધાઇ છે

હાલ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા સૌથી વધુ પ્રમાણમાં જઈ રહ્યા છે અને એક તરફની તેઓની ઘેલછા પણ જોવા મળી રહી છે ત્યારે અમેરિકા દ્વારા જે આંકડો બહાર પાડવામાં આવ્યો છે તે અત્યંત ચોકાવનારો છે. વર્ષ 2021 ની જો વાત કરવામાં આવે તો 2 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા છે એટલું જ નહીં પ્રતિવર્ષ 19 ટકાનો વધારો પણ ભારતીય વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે જે ચાઇના કરતા પણ વધુ છે.

પરંતુ ગત વર્ષની સરખામણીમાં 13 ટકાનો ઘટાડો પણ ભારતીય વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો છે. અમેરિકામાં અભ્યાસ અર્થે સૌથી વધુ ચાઇના અને ભારતના વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે અને બંને દેશો વચ્ચે 52 ટકા જેટલો આંકડો પણ સામે આવે છે. વર્ષ 2021 22 માં ચાઇનાએ 2.90 હજાર વિદ્યાર્થીઓને અમેરિકા અભ્યાસ સાથે મોકલ્યા હતા જ્યારે ભારતે 1.99 લાખ વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસ અર્થે મોકલ્યા છે.

જે ગત વર્ષની સરખામણીમાં 19 ટકા વધુ છે. ચાઈનીઝ વિદ્યાર્થીઓમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો જ્યારે ભારતના વિધાર્થીઓમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો. સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર સાર્વત્રિક જોવા મળ્યો ત્યારે ચાઇનાના વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસ માટે ઘણી તકલીફો વેઠવી પડી હતી જેનું મુખ્ય કારણ એ હતું કે હાલ જે ક્વોરન્ટાઇનના નિયમો તે સમયે જટિલ હતા અને પ્રવેશ ઉપર જે આકરા નિયમો ઉભા કરવામાં આવ્યા હતા તેનાથી ચાઇના ના વિદ્યાર્થીઓને વિઝા મળવામાં ઘણી મુશ્કેલી ઉભી થઈ હતી જેના ભાગરૂપે ભારતના વિદ્યાર્થીઓની સંખ્યામાં 19 ટકા જેટલો વધારો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ગણિત, કોમ્પ્યુટર સાયન્સ, એન્જિનિયરિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવા વિષયોનો અભ્યાસ કરવા આવી રહ્યા છે.

અમેરિકામાં અભ્યાસ અર્થે જનારા વિધાર્થીઓમાં 21 ટકા એ વિધાર્થીઓ છે જે ગણિત અને કોમ્પ્યુટર સાયન્સ સાથે જોડાયા હોઈ. જ્યારે 20 ટકા એનજીનયરિંગ, બિઝનેસ મેનેજમેન્ટમાં 16 ટકા વિધાર્થીઓ જોડાયા છે. એવીજ રીતે સોશિયલ સાયન્સમાં 8 ટકા વિધાર્થીઓ પ્રવેશ મેળવે છે. વર્ષ 2022 માં અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા મેળવનાર ભારત પહેલા ક્રમ પર છે અને અત્યાર સુધીમાં મે મહિનાથી લઈ ઓગસ્ટ માસ દરમિયાન બ્યાસ હજાર વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા છે જેથી એ વાત સ્પષ્ટ છે કે અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલ જાજર પાથરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.