Abtak Media Google News

પાડાના વાંકે પખાલીને ડામ!!

પશ્ચિમી દેશો દ્વારા રશિયન ડાયમંડ ઉપર પ્રતિબંધની તૈયારી, સુરતના ઉદ્યોગો હવે રશિયાના રફ ડાયમંડને તૈયાર કરીને પશ્ચિમી દેશોમાં વેચી નહિ શકે

પાડાના વાંકે પખાલીને ડામ તે કહેવત હવે સુરત ઉપર લાગુ પડી રહી છે. કારણકે રશિયા- અમેરિકાની લડાઈમાં સુરતના હીરા ઉદ્યોગનો મરો થયો છે. પશ્ચિમી દેશો દ્વારા રશિયન ડાયમંડ ઉપર પ્રતિબંધની તૈયારી શરૂ કરાઈ છે એટલે સુરતના ઉદ્યોગો હવે રશિયાના રફ ડાયમંડને તૈયાર કરીને પશ્ચિમી દેશોમાં વેચી નહિ શકે

વિશ્વમાં ખનન કરાયેલા 10માંથી 9 ડાયમંડના પથ્થરોને કાપીને પોલિશ ભારતનો હીરા ઉદ્યોગ કરે છે. તેમાં મોટાભાગનો હિસ્સો સુરતનો રહે છે. હવે આ ઉદ્યોગો અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવમાં ફસાઈ ગયો છે. લગભગ એક અઠવાડિયા પહેલા, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુરોપિયન યુનિયનના અધિકારીઓએ મુંબઈના અગ્રણી હીરાના વેપારીઓ અને જ્વેલર્સને ચેતવણી આપી હતી કે રશિયામાંથી નીકળતા હીરા પર સખત પ્રતિબંધો માટે યોજનાઓ ચાલી રહી છે,

જે રશિયન રફ હીરાને પોલિશ કરી સુરતની ફેક્ટરીઓ તેને ન્યૂયોર્ક, પેરિસ અને ટોક્યોના લક્ઝરી સ્ટોર્સ અને ડીલરોને મોકલે છે. પરંતુ પ્રતિબંધ આવ્યા બાદ આ શક્ય બનશે નહિ એટલે સુરતનો ઉદ્યોગ મંદ પડે તેવી નોબત આવી ગઈ છે.

યુએસ સરકાર અને યુરોપિયન યુનિયનોનઆ અધિકારીઓ સાથે આ મહિને યોજાયેલી મીટિંગમાં રશિયામાંથી નીકળતા અને યુએસ અને અન્ય જી7 દેશોમાં વેચવામાં આવતા હીરા પર વધુ સખત પ્રતિબંધો લાદવાની તૈયારીઓ ચાલી રહી છે.  તેઓ મેના અંત સુધીમાં પ્રતિબંધોને ઔપચારિક બનાવવા માંગે છે, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલભાઈ શાહે જણાવ્યું હતું

શાહે જણાવ્યું હતું કે, “અમે સૂચવ્યું હતું કે આ નિયમને ધીમે ધીમે અમલમાં મૂકવો જોઈએ કારણ કે આ ઓચિંતો નિર્ણય ઉદ્યોગને નુકસાન પહોંચાડશે.  કારણ કે સુરત માટે યુએસ એ જેમ્સ અને જ્વેલરી માટેનું સૌથી મોટું બજાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.