Abtak Media Google News

આઈજીને કેસમાં ધ્યાન આપવા હાઈકોર્ટનો નિર્દેશ

તાપીના એસપી એન.કે.અમીન દ્વારા વ્યારા ખાતેના એક સનિક પત્રકારને ધમકાવવાના કેસમાં હાઇકોર્ટે દક્ષિણ ગુજરાતના આઇજીને ધ્યાન આપવાનું જણાવ્યું છે. શિવનરેશ નામના પત્રકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે,દા‚ના મામલે પોલીસની મીલીભગતને દર્શાવતા સમાચાર તેણે પ્રસિદ્ધ કરતા તાપી જિલ્લાની પોલીસ દ્વારા તેને ધમકાવવામાં આવ્યો હતો. એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે,તાપીના એસપી એન.કે.અમીને પોતાની જાતને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બતાવીને પરોક્ષ રીતે ગંભીર પ્રકારની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં તે કોઇ રેકોર્ડિંગ તો કરતો ની તેવી તપાસ પણ તેમણે કરી હતી અને એક નિવેદન ઉપર બળજબરી પૂર્વક સહી કરાવી હતી. આ કેસમાં આઇજીને તપાસ કરવા અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાનો આદેશ કરાયો છે.

આ કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,નવમી જુલાઇના રોજ અરજદાર શિવનરેશને ડેપ્યુટી એસપી તરફી બોલાવવામાં આવ્યા હતા. જેી ૧૦મી જુલાઇએ તે મળવા પહોંચ્યો હતો. જ્યાં તેને પહેલીવાર તેણે પ્રસિદ્ધ કરેલા રિપોર્ટ બદલ ધમકાવાયો હતો. ત્યારબાદ એલસીબી પીઆઇએ પણ બોલાવ્યો હતો અને ત્યાં ત્રણ પોલીસ અધિકારીઓએ રિપોર્ટિંગ અટકાવવા નહિંતર ખોટા કેસમાં અંદર કરી દેવાની ધમકી આપી હતી. આ કેસની પ્રામિક રજૂઆતોના આધારે કોર્ટે હાલ આઇજીને વ્યક્તિગત રીતે આ મામલે ધ્યાન આપી જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું નોંધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.