Abtak Media Google News

1પમી વિધાનસભાની રચના બાદ ગુજરાતને 44 દિવસે મળ્યા વિરોધ પક્ષના નેતા: અભિનંદન વર્ષા

1પમી ગુજરાત વિધાનસભાની રચનાના 44 દિવસ પછી આજે ગુજરાતવાસીઓને વિરોધ પક્ષના નેતા મળ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અઘ્યક્ષ અને અંકલાવ બેઠકના કોંગ્રેસના સિનીયર ધારાસભ્ય અમિતભાઇ ચાવડાએ આજે વિપક્ષી નેતા તરીકે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. તેઓને હજી સુધી વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ સત્તાવાર માન્યતા આપી નથી. કોંગ્રેસના અગ્રગણ્ય નેતાઓએ અમિતભાઇને શુભકામના પાઠવી હતી.

Advertisement

ગુજરાત વિધાનસભાની ગત સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો. રાજયની 182 બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર 17 બેઠકો મળી હતી. ગત 1રમી ડિસેમ્બરના રોજ 1પમી વિધાનસભાનું ગઠન થઇ ગયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સાથે 16 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. વિધાનસભાની રચનાના 44 દિવસ બાદ આજે વિરોધપક્ષના નેતાએ પદભાર સંભાળ્યો હતો. 17 ધારાસભ્યો હોવા છતાં કોંગ્રેસ વિરોધ પક્ષના નેતાનું નામ નકકી કરી શકી ન હતી. વિધાનસભાના સચિવાલય દ્વારા વિધાનસભાની નિયુકિત માટે આખરી મહેનલ અપાયા બાદ હાઇકમાન્ડની ઉંઘ ઉડી હતી.

પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સીનીયર ધારાસભ્ય અમિતભાઇ ચાવડાની વિધાનસભામાં વિરોધપક્ષના નેતા જયારે શૈલેશ પરમારની ઉપનેતા તરીકે નિયુકિત કરવામાં આવી હતી. આ બન્નેના નામો વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીને આપી દેવામાં આવી હતી. છતાં આજે અમિત ચાવડાએ ગાંધીનગરમાં વિધાનસભા  સંકુલ ખાતે પ્રથમ માળે આવેલા વિપક્ષી નેતાના કાર્યાલય ખાતે વિરોધપક્ષના નેતા તરીકે નો પદભાર સંભળી લીધો હતો. તેઓને કોંગ્રેસના ધારાસભ્ય, પ્રદેશના હોદેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.