અમિત જેઠવા હત્યા કેસના સાક્ષીના પુત્રનું અપહરણ કરનાર ઉસ્માનની જામીન અરજી રદ્દ

સાક્ષીને ધરાર ફોડવાના પ્રકરણમાં દિનુ બોઘા, શિવા સોલંકી અને ઉસ્માન સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો’તો

ગુજરાતના અતિ ચકચારી જનક ગુજરાત હાઈ કોર્ટ સામે ૨૦ જુલાઇ ૨૦૧૦ ના રોજ થયેલી આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કાંડમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા તથા મળતિયાઓ સામે ગુનો નોંધાયા પછી આ હત્યા કેસના સાક્ષીઓને ફોડવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જે પૈકીના એક સાક્ષીને તેના પુત્રનું અપહરણ કરી ધરાર હોસ્ટાઇલ કરાવવા અંગે સીબીઆઇ કોર્ટે સંજ્ઞાન લીધા પછી ઉના પોલીસ મથકમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી તથા મળતિયા ઉસ્માન અન્ય ૩ આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરાયો હતો. જે કેસમાં પોલીસે મળતીયાની ઉસ્માન ની ગંભીર ગુનામાં ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કરતા ઉના ની અદાલતે તેની સામે અતિ ગંભીર ગુના હોવાથી જામીન અરજી રદ કરી હતી. ત્યારે હવે મળતીયા ઉસ્માન દ્વારા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવા અને જામીન મેળવવા હવાતિયા કરવામાં આવી રહ્યા છે. તેની સાથે જ જેલમાં રહેલા પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી  પર ગાળિયો કસાયો છે, અને તેઓની મુશ્કેલીઓ પણ વધી છે, સાથોસાથ જૂનાગઢ પંથકના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.

આ અતિ ચકચાર જનક હત્યાકાંડના બનાવની વિગત એવી છે કે સમગ્ર ગુજરાતના ચકચાર જગાવનારા આરટીઆઈ એક્ટિવિસ્ટ તથા ભુમાફીયા સામે અવાજ ઉઠાવનાર પર્યાવરણ પ્રેમી અમિત જેઠવાની ગુજરાત હાઇકોર્ટે ની સામે સત્યમેવ કોમ્પ્લેક્સ મા પોઈન્ટ બ્લેક  થી શૂટાવુટ કરી હત્યા કરવા મા આવી હતી  જે અંગેના પ્રકરણમાં સી.બી.આઇ. સુધી તપાસનો દોર લંબાવ્યો હતો, અને જૂનાગઢ ના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા પ્રતાપ ઉર્ફે શીવાભાઈ સોલંકી  વગેરે સામે ગુનો નોંધાયો હતો. અને હાલ જેલવાસ ભોગવી રહ્યા છે.

જે હત્યાકાંડમાં સાક્ષી તરીકે ૧૯૫ થી વધુ વ્યક્તિઓ અદાલત સમક્ષ હાજર થઇ પૂર્વ સાંસદ દિનુ બોઘા ના ખોફ થી ફરી ગયા હતા. જે પૈકીના એક સાક્ષી ઉનામાં રહેતા એક સમાજ સેવક  અને દીવ તથા ગુજરાતની માં વ્યવસાય  ચલાવતા ધર્મેન્દ્ર ગોસ્વામી કે જેને ફોડવા માટેના પ્રયત્નો કરાયા હતા. એટલું જ માત્ર નહીં પણ ધર્મેન્દ્ર  ગોસ્વામીના પાંચ વર્ષના પુત્રનું પણ અપહરણ કરાયું હતું. અને સાક્ષી પર દબાણ લાવવામાં આવ્યું હતું. તેમજ સાક્ષીને અદાલત સમક્ષ ધરાર હોસ્ટાઇલ કરાવાયા હતા.

પરંતુ જ્યારે સીબીઆઈ દ્વારા મામલાની ઉંડાણપૂર્વકની તપાસ કરાયા પછી વધુ તપાસ દરમિયાન અદાલતમાં  સમગ્ર અપહરણ અને ધાકધમકી ની ઘટના નું નિવેદન અપાયું હતું. જે નિવેદનના આધારે સીબીઆઇ કોર્ટે તાત્કાલિક અસરથી પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા પ્રતાપ સોલંકી ઉપરાંત સાગરીત ઉસ્માન મોહમ્મદ તથા  ૩ સામે ગુનો નોંધવાનો આદેશ કરાયો હતો.

જે સીબીઆઈ કોર્ટે ના આદેશ અનુસાર ગત ૧.૩.૨૦૨૦ ના દિવસે સીબીઆઈ દ્વારા તેમજ ધર્મેન્દ્ર ગોસ્વામી ના નિવેદન ના આધારે પુર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી તથા  ૫ સામે ઉના પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો.

જે ગુનામાં ગીર સોમનાથ તથા ઉના પોલીસે તાજેતરમાં જ સાગરીત એવા ઉસ્માન મહંમદ હુસેન કાઝી તાલાલા પોલીસ સ્ટેશનમાં ખંડણી ઉઘરાવા ના ગુના મા ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ઉના પોલીસ દ્વારા  આ આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી જે આરોપી દ્વારા ઉના અદાલતમાં પોતાને જામીન પર મુક્ત કરવા માટે અરજી કરતા ઉના અદાલતે ઉસ્માન મોહમ્મદ કાજી ઉપર અતિ ગંભીર ગુનાઓ હોવાથી તેમજ ઉસ્માન મોહમ્મદ કાજી સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં આ કેસ સિવાય અન્ય ૬ ગુન્હા વો નોંધાયેલા હોય અને તે રીતે આ આરોપી ગંભીર થી અતિ ગંભીર ગુના કરવાની ટેવ ધરાવતો હોય તેથી તેની જામીન અરજી નામદાર ઉના કોર્ટ ફગાવી દીધી હતી.