Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસ કામો થયા છે તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહે અમદાવાદ મહાનગર પાલિકા અને ઔડા ના ૮૦૦ કરોડ ના વિવિધ વિકાસ કામો ના લોકાર્પણ ભૂમિપૂજન અને આવાસ ફાળવણી ડ્રો કરતા સ્પષ્ટ પણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસ કામો થયા છે તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે. તેમણે કહ્યું કે અમદાવાદ મહાનગર સહિત ગુજરાત માં પણ શહેરી વિકાસ કામોને નવી ગતિ મળી છે.ગૃહ મંત્રી એ દિપાવલીના ઉજાસ પર્વને ૪૪૩૯થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવવા માટે મહાપાલિકા ને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થાય તે પહેલાં દેશમાં સૌને મકાન સગવડો પહોંચાડી છે. હવે ઘરે ઘરે નળ થી પાણી પહોચાડવાનો સંકલ્પ પણ સાકાર  થવાનો છે.

Advertisement

7Aa05A45 9F0C 4Fbf 893A 773549065Ad2

અમિતભાઈ શાહે વિપક્ષ કોંગ્રસના સાશનમાં ૭૦ વર્ષ સુધી દેશના સામાન્ય ગરીબ માનવીને આવી પાયાની સગવડથી વંચિત રહેવું સહિતની પાયાની સુવિધાઓ આપવાનું અભિયાન છેડ્યું છે. ૩ કરોડ લોકોને રહેવાના પાકા મકાનો આપ્યા છે એટલું જ નહિ વીજળી શૌચાલય ગેસ કનેક્શન આયુષ્ય માન ભારતના આરોગ્ય કાર્ડ આપીને  પાયાની પડેલું તેની  આલોચના કરતા જણાવ્યું કે ગરીબી જેણે જોઈ હોય દુ:ખ વેઠ્યું હોય તે જ ગરીબની વેદના સમજી શકે અને ગરીબ કલ્યાણ ના કામો ઉપાડી શકે. અને નરેન્દ્રભાઈએ ગરીબ કલ્યાણ કામોથીએ ગરીબોના જીવનમાં બદલાવ લાવવાનું મહત્વ પૂર્ણ કામ કર્યું છે.  ૬૦ કરોડ પરિવારોને ઊજવલા યોજના અન્વયે ગેસ કનેક્શન ૧૦ કરોડ પરિવારોને શૌચાલય આપીને તેમના પારિવારિક અને વ્યક્તિગત જીવનમાં મહત્વનો બદલાવ લાવવાનું કામ નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.