Abtak Media Google News

Screenshot 2 20  વૈજ્ઞાનિક અભિગમ અને વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃત્તિ કેળવવા રાજકોટમાં વિકસ્યું રિજીયોનલ સાયન્સ સેન્ટર

6 અદભુત ગેલેરી અને કી એટ્રેક્શન આકર્ષણના કેન્દ્ર:93 હજાર મુલાકાતીઓનો મળ્યો જબ્બર પ્રતિસાદ

વેકેશન માટે ખાસ જીળળયિ છજઈ કાર્યક્રમનું આયોજન: સૌરાષ્ટ્રભરમાં વિજ્ઞાન અને તકનીકી આધારિત ઇનોવેશનનું કેન્દ્ર બન્યું

ગુજરાત સરકારનાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા રાજકોટનું રીજીયોનલ સાયન્સ સેન્ટર, માધાપર ખાતે ઈશ્વરીયા પાર્કની બાજુમાં આશરે 10 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલ છે.જાહેર જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તેનો ભરપુર લાભ લઇ રહ્યા છે. જેમાં આજદિન સુધી આશરે 92 હજારથી વધુ મુલાકાતીઓ, જેમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને 500થી પણ વધુ શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ લાભ લઈ ચૂક્યા છે. રાજકોટ સૌરાષ્ટ્રનું હાર્ટ છે અને પોતાની ઇજનેરી ક્ષમતા, ઉદ્યોગસાહસિકતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ બાબતોને ધ્યાને લઈને સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓની અંદર વૈજ્ઞાનિક અભિગમ પેદા કરવા તથા વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃત્તિ કેળવવા અને તેને જાળવવા, વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સમાજ વચ્ચે આદાન-પ્રદાનના માધ્યમ તરીકે ભાગ ભજવવાના આશયથી રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને વિકસાવવામાં આવ્યું છે.

રિજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટના મુખ્ય ઉદ્દેશો સામાન્ય લોકોની અંદર વૈજ્ઞાનિક અભિગમ ઉભો કરવો તથા વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃત્તિ કેળવવી અને તેને જાળવવી,વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સમાજ વચ્ચે આદાન-પ્રદાનના માધ્યમ તરીકે ભાગ ભજવવો,લોક વિજ્ઞાન કેન્દ્રો, આસ-પાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે માહિતીના સ્ત્રોત તરીકે વર્તવું તથા સુવિધા પુરી પાડવી. લોકો માટે જાગૃતિ પુરી પાળનાર કેન્દ્ર બન્યું છે.

વિદ્યાર્થીઓને આગામી પેઢીના વૈજ્ઞાનકો બનવા માટે પ્રેરિત કરવા તથા વિજ્ઞાનના શિક્ષકો / વિદ્યાર્થીઓ / યુવા ઉદ્યોગસાહસિકો / ટેકનિશીયનો / દિવ્યાંગો / ગૃહિણીઓ તથા અન્ય લોકો માટે વિજ્ઞાન, ટેક્નોલોજી તથા ઉદ્યોગને લગતા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું વગેરે છે.રિજીયોનલ સાયન્સ સેન્ટર જેમાં થીમ આધારિત 6 ગેલેરીઓ આવેલી છે. ગેલેરીઓ ઉપરાંત અહી આવનાર લોકો તથા વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન સાધનો તથા પ્રવૃત્તિઓ મારફત વિજ્ઞાનની વૈવિધ્યતા વિષે અને કેવી રીતે વિજ્ઞાન આપણા રોજિંદા જીવનને સ્પર્શે છે તે સમજવાનો મોકો મળે છે.

Screenshot 3 16

સેન્ટરમાં આરામ સાથે માહિતીઓને ખંગાળવા માટે સેન્ટ્રલ કોર્ટયાર્ડ, વિજ્ઞાન થીમ આધારિત ઉદ્યાન, જ્ઞાન સાથે ગમ્મત માટે અદ્યતન ટેક્નોલોજી થી સુસજ્જ ઝોન્સ, વર્કશોપ્સનું આયોજન કરવા માટે સુવિધા, 3ડી થીએટર, દિવ્યાંગો અને વૃધ્ધો માટે અનુકૂળ એવી મ્યુઝિયમની ડિઝાઇન, આઉટડોર મનોરંજક પ્રવૃત્તિઓ તથા કાફેટેરિયા જેવી સુવિધાઓ આવેલી છે. રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં આવેલ છ થીમ આધારિત ગેલેરીઓ રાજકોટની ઇજનેરી ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અને સૌરાષ્ટ્રની કુદરતી સંપદા પરથી પ્રેરિત છે. હાઉ સ્ટફ વર્કસ,મશીન એન્જીનિયરિંગ,નોબેલ પ્રાઈઝ,રોબિટીક્સ ગેલેરી, સિરામિક એન્ડ ગ્લાસ, લાઈફ સાયન્સ આ છ ગેલેરીઓ છે.

રાજકોટ જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વિજ્ઞાન પર્યટનનું કેન્દ્ર બન્યું છે અને રાજકોટમાં એક નવું આકર્ષણ બની રહ્યું છે.રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા આયોજીત જીળળયછિજઈ કાર્યક્રમમાં આવનાર મુલાકાતીઓએ ફક્ત સેન્ટરની એન્ટ્રી – પાર્કિંગ ટિકિટ લેવાની રહેશે અને જે તે દિવસના નિયત દરો લાગુ પડશે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ માટે તાજેતરમાં જ મહાનગરપાલિકાની 38 નંબરની સીટી બસ સેવા  શરુ કરવામાં આવેલ છે. તો આ કાર્યક્રમમાં વધુ ને વધુ લોકોને જોડાવવા સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.વધુ વિગત માટે સેન્ટરના ફોન નં  0281-299 2025 પર સંપર્ક સાધવો.

Screenshot 4 10

રાજકોટના ઔદ્યોગિક હબને ધ્યાનમાં રાખી મશીન એન્જિનિયરિંગ ગેલેરી વિકસાવી છે:હરિત ઉપાધ્યાય

રાજકોટ રિજનલ સાયન્સ સેન્ટરના ટેક્નિકલ આસિસ્ટન્ટ હરિતભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું કે,રાજકોટના છેવાળાના માણસ રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ શેકે તેમાટે તંત્ર દ્વારા 38 નં ની સિટી બસનું વ્યવસ્થા ગોઠવામાં આવી છે.6 થીમ આધારિત ગેલેરી અને કી એટ્રેકશન મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.રાજકોટના ઔદ્યોગિક વિભાગને ધ્યાનમાં રાખીને મશીન એન્જિનિયરિંગ ગેલેરી વિકસાવી છે.અતિ આધુનિક થ્રિડી પ્રિન્ટર પણ અહીં મુકવામા આવ્યા છે.રોજીંદા જીવનમાં જે વસ્તુનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે.તેની પાછળ વિજ્ઞાનનું શું મહત્વ છે.તેની હાવ સ્ટફ વર્ક ગેલેરી વિકસાવી છે. લાઈફ સાયન્સ ગેલેરી જે પૃથ્વીનો છઠ્ઠો સામુહિક વિનાશ કેવી રીતના થશે તેની પણ માહિતી પૂરી પાડી રહી છે.

લોકો વૈજ્ઞાનિક વિચાર શ્રેણી કેળવે રિજનલ સાયન્સ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ: ડો.સુમિત વ્યાસ

રાજકોટના રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેકટર ડો.સુમિત વ્યાસએ જણાવ્યું કે, લોકોની અંદર વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર વૈજ્ઞાનિક વિચાર શ્રેણી લોકો કેળવે એ જ રિજનલ સાયન્સ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક વૃતિ વિકશે તે માટે રિજનલ સાયન્સ સેન્ટર કાર્ય કરે છે. અમારું મૂળભૂત વિઝન એ છે કે રીજનલ સાયન્સ સેન્ટરને નોલેજહબ તરીકે વિકસાવું છે. જેટલા પણ મુલાકાતઓ સહેલાણીઓને વિદ્યાર્થીઓ રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈને જાય તેવો અહીંથી એક પ્રેરણના લઈને જાય. નવ ઇનોવેશન કેળવાય એવી બુદ્ધિ લઈને જાય એવી અમારી હર હંમેશ કોશિશ રહેશે. ગુજરાત સરકારે જે ઉદ્દેશ્યથી રીજનલ સાયન્સ સેન્ટર વિકસાવ્યું છે ફળીભૂત કરવા માટે અહીં જે કાંઈ પણ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ સુવિધા નો લોકો મહત્તમ લાભ લે અહીં થતી તમામ પ્રવૃત્તિઓમાં લોકો ભાગ લે ભાગ બને પ્રવૃત્તિઓ કરી અને વધારેમાં વધારે આ જગ્યા નો લાભ ઉઠાવવાની હું જાહેર જનતાને અપીલ કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.