અમિતાભ બચ્ચન કરાવી રહ્યા છે સર્જરી, બ્લોગ પર આપી આ મહત્વની માહિતી

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ક્યારેક ટ્વિટર અને ક્યારેક બ્લોગ્સ દ્વારા એક્ટર પોતાના ચાહકો સાથે સતત વાતચીત પણ કરે છે અને ઘણા વખત તેઓ તેમના જીવનની વાતો શેર કરતા જોવા મળે છે. પરંતુ આ વખતે અભિનેતાએ નવા બ્લોગે તેમના ચાહકોને ઝટકોને આપ્યો છે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં જણાવ્યું છે કે, મેડિકલ કન્ડિશનને કારણે તેમની સર્જરી કરવામાં આવશે.

અભિનેતાએ શનિવારે રાત્રે 10.16 મિનિટે (27 ફેબ્રુઆરી) એક પોસ્ટમાં લખ્યી હતી. પોસ્ટ દ્વારા અભિનેતાએ તેના તમામ ચાહકોને હેલ્થ અપડેટ આપ્યું હતું. તેમણે લખ્યું કે, મેડિકલ કન્ડીશન…સર્જરી…વધુ લખી શકતો નથી.

અમિતાભનું આટલુ લખવાથી ચાહકોના દિલના ધબકારા વધી ગયા હતા. બધાને ચિંતા થવા લાગી કે,અચાનક અમિતાભ બચ્ચને શું થયું છે? અભિનેતાની સર્જરી કરાવવી પડે છે તે તબીબી સ્થિતિ શું છે? સોશ્યલ મીડિયા પર ઘણી અટકળો થઈ રહી છે, પરંતુ તેના વિશે હજી વધારે ખુલાસો કરવામાં આવ્યો નથી.

જો કે, તેમના બ્લોગ ઉપરાંત, અમિતાભ બચ્ચને દસ કલાક પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તે ફોટો શેર કરતી વખતે અભિનેતાએ હજી ઘણા સવાલોના ઊભા કર્યા હતા. આ રીતે લખવું પણ ચાહકોની બેચેનીમાં વધારો કરી રહ્યો છે. હજી સુધી કંઇપણ સાફ કરવામાં આવ્યું નથી અને દરેક લોકો અભિનેતાની તબિયત જલ્દી સારી થાય તેવી પ્રથના કરી રહ્યાં છે.