અમિતાભની ‘એવરગ્રીન’ ફેવરિટ હીરોઇન કોણ..?!!!

who-is-amitabhs-evergreen-favorite-heroine
who-is-amitabhs-evergreen-favorite-heroine

બીગબી ‘રેશ્મા ઔર શેરા’ના સેટ પર પોતાની ફેવરીટ હિરોઇન વહીદા રહેમાનના જુતા ઉપાડી દોડયા હતા વહીદાજી ભારતીય નારીનું આદર્શ ઉદાહરણ: બીગ બી

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના ચાહકોનું લાંબુ લીસ્ટ છે. પરંતુ શું આપ જાણો છો કે વિતેલા જમાનાની મશહુર એકસ્ટ્રેટ વહીદા રમેમાનના કેટલાક પ્રશસક છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આ વાતનો ખુલાસો ટીવી રિયાલીટી શો પર કર્યો અને જણાવ્યું કે તેઓ વહીદા રમેમાનના ફેન છે. બીગ બી એ જણાવ્યું કે ફિલ્મ રેશ્મા ઔર શેરામાં મને પહેલીવાર તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. શુટિંગ દરમિયાન એક દ્રશ્ય હતું જેમાં સુનીલ દત્ત અને વહીદાજીને ખુલ્લા પગે રણમાં બેસવાનું હતું. જયાં ખુબ જ ઉંચા તાપમાનને કારણે જુતા વગર ખુલ્લા પગે ઉભા રહેવું મુશ્કેલ હતું. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, ‘આ  વાતને લઇ બધા ચિંતિત હત કે વહીદાજી આવી પરિસ્થિતિમાં કેવી રીતે શુટીંગ કરી શકશે અને તે પણ જૂતા પહેર્યા વગર એટલે જેવું નિર્દેશકો બ્રેકનું એલાન કર્યુ તેવું મે વહીદાજીના જૂતા ઉપાડયા અને તેમની તરફ ભાગ્યો હું એ પણ નથી કહી શકતો કે મારા માટે તે ક્ષણ કેટલી યાદગાર હતી‘  ત્યારબાદ અમિતાભ બચ્ચને વહીદાજી સાથે ત્રિશુલ, અદાલત અને નમક હલાલ જેવી સુપર ડુપર હીટ ફિલ્મો કરી.

વધુમાં બીગ બીએ જણાવ્યું કે દિલીપ કુમાર અને વહીદા રહેમાનએ બે મારી જીંદગીનાના આદર્શ છે. આજ સુધી વહીદા રહેમાન મારા માટે ખુબસુરત મહિલા રહી છે. તેને કેળવ એક સારી અભિનેત્રી છે. પરંતુ એક સારી વ્યકિત પણ છે. મારા માટે વહીદાજી ભારતીય નારીનું આદર્શ ઉદાહરણ છે. વહીદાજી એ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને ઘણું મોટું અને અસાધારણ યોગદાન આપ્યું છે. જેને શબ્દોમાં બયાન કરવું અશકય છે.

અમિતાભ બચ્ચને આ બધી વાતોનો ખુલાસો સોની ટીવીના શો સુપરસ્ટાર સિંગર માં કર્યો જેમાં વહીદા રહેમાન અને આશા પારેખ ઉ૫સ્થિત હતાં.