આ સેલીબ્રીટીના બોડીગાર્ડનો પગાર જાણી તમે પણ ચોકી જશો…

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સિતારા વિશે તો તમે ઘણું બધું જાણતા હશો પણ શું તમે જાણો છો તેમના ડ્રાઈવર, બોડીગાર્ડ, મેડ્સ કેટલો પગાર કમાય છે…?

દીપિકા પાદુકોણના બોડીગાર્ડનો પગાર :

દીપિકા પાદુકોણ તેના બોડીગાર્ડને તેનો ભાઈ માને છે અને દર વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધે છે. દીપિકા વિદેશમાં જ્યાં પણ જાય ત્યાં તેમનો બોડીગાર્ડ જલાલ તેમની સાથે પડછાયાની જેમ રહે છે. દીપિકા પણ જલાલની સંપૂર્ણ સંભાળ રાખે છે અને તેને વાર્ષિક આશરે 80 લાખ રૂપિયા આપે છે.

 સલમાન ખાનનો બોડીગાર્ડ પગાર :

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને તો તમે જાણતાજ હશો. શેરા વર્ષોથી સલમાન ખાનની સાથે છે. સલમાને શેરા પર બનેલી બોડીગાર્ડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. જે રીતે શેરા સલમાન ખાનની પૂરી સંભાળ રાખે છે, તેવી જ રીતે સલમાન ખાન શેરાની પૂરી કાળજી લે છે. સલમાન તેના બોડીગાર્ડ શેરાને વાર્ષિક 2 કરોડ રૂપિયા પગાર આપે છે.

તૈમૂરની નૈનીનો પગાર :

તમને જાણીને આશ્ચર્ય થશે કે તૈમૂરની નૈનીના એક મહિનાનો પગાર 1.50 લાખ રૂપિયા છે. જો નૈની ઓવરટાઇમ કામ કરે છે, તો કરીના તેને 1.75 લાખ રૂપિયા પગાર આપે છે.

અમિતાભ બચ્ચનના બોડીગાર્ડનો પગાર :

અમિતાભ બચ્ચનનો બોડીગાર્ડ જીતેન્દ્ર હંમેશા અમિતાભની સાથે હોય છે. અમિતાભ તેને વર્ષે લગભગ 1.5 કરોડ રૂપિયા ચૂકવે છે.