સરાકડીયા સોનલ ર્માંના મંદિરનો રસ્તો ખૂલ્લો કરવા અમરેલી ભાજપ દ્વારા મંત્રી રૂપાલાને રજૂઆત

કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ના નિવાસ્થાને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ  કૌશિકભાઈ વેકરીયા , ધારી વિધાનસભા ના ધારાસભ્ય  વી.કાકડીયા તેમજ નગરપાલિકા ના કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા તેમજ સોનલધામ મઢડા પરિવાર ના ગિરીશઆપા તેમજ ભુપતદાન ગઢવી, વિજયદાન ગઢવી , રવિરાજભાઈ શેખવા , પવુભાઈ અળવ તેમજ મંગળુભાઈ કુંડળ , શક્તિદાનભાઈ વગેરે ભાઈઓ અને આગેવાનો દ્વારા રૂપાલાને મળી અને સરાકડીયા સોનલમાં મંદિર દર્શન અર્થ તેમજ ધાર્મિક લાગણી જોડાયેલ હોય તો ત્યાં જંગલખાતા અને સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી લેખિત તેમજ મૌખિક રજુઆત કરતા  જણાવેલ કે હું ચોક્કસ એ ધ્યાને લઇ ને મંદિર નો મેઈન રોડે થી 2સળ સુધીનો રસ્તો છે.

ત્યાં જનાવર કે માણસ ને નુકસાન નો થાય એવી રીતે જંગલ ના અધિકારી સાથે વાત કરી અને ફેનસિંગ મરાવી ને દરવાજો દર્શન અર્થે ચોક્કસ ખોલવાનો પ્રયત્ન કરીશુ .સોનલ માં ની ઈચ્છા હશે એજ થશે ચિંતા નો કરતા જેવો ખૂબ સરસ પ્રતિસાદ આપેલ અને થોડા સમય માં એનો નિર્ણય આવી જશે આ તકે તમામ સરકાર ના હોદ્દેદાર માં. રૂપાલા  અને ભાજપ પક્ષના હોદ્દેદાર કૌશિકભાઈ વેકરીયા , ધારાસભ્ય જે.વી.કાકડીયા , વાઇસ ચેરમેન અમર ડેરી મુકેશભાઈ સંઘાણી , કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવાનો માં સોનલ પરિવાર અને ભક્તો દ્વારા ખૂબ ખૂબ આભાર માનેલ…