રાજકોટ અમદાવાદ વચ્ચે સાંજની ટ્રેનો દોડાવો: રામભાઇ મોકરિયાની માંગણી

રેલવેની સ્ટેન્ડિગ સમિતિના અધ્યક્ષ રાધામોહનસિંઘ સમક્ષ રેલવેની ફાજલ જમીનમાં ઓકિસજન આપતાં વૃક્ષોનું વનીકરણ કરવા સૂચન:સકારાત્મક પ્રતિભાવ

કેન્દ્ર સરકારની રેલવેની સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ રાધા મોહન સિંઘની ઉપસ્થિતિમાં રાજકોટ રેલ્વે ડિવિઝનના અધિકારીઓની સ્થાયી સમિતિની યોજાયેલી બેઠકમાં રાજકોટના સાંસદ રામભાઇ મોકરીયાએ રાજકોટ અમદાવાદ, રાજકોટ વચ્ચે સાંજના સમયની એક ઇન્ટરસિટી ટ્રેન દૈનિક ધોરણે શરૂ કરવા માગણી કરી હતી.તેમણે જણાવ્યુ હતું કે ખાનગી બસોના ભાડા 400 થી 4પ0 છે.

એસટીના ભાડા પણ રપ0 રૂપિયાથી 4પ0 રૂપિયા આસપાસ છે. આવા સંજોગોમાં રેલવે તંત્ર દ્વારા સાંજના સમયની એક ટ્રેન રાજકોટ અમદાવાદ રાજકોટ વચ્ચે દોડાવવામાં આવે તો મોટી રેલવેને પૂરતી માત્રામાં ટ્રાફિક મળી શકે. તેમજ મુસાફરોને ર00 રૂપિયાથી પણ ઓછા ભાડામાં રાજકોટ અમદાવાદ રાજકોટની મુસાફરીની સવલત મળે. આ કારણે ખાનગી બસોના ભાડામાં પણ પરોક્ષ નિયમન થઇ શકે.આ ઉપરાંત રામભાઇ મોકરીયાએ મહત્વનું સૂચન કરતાં જણાવ્યુ હતું કે રેલવેની ફાજલ જમીન છે ત્યાં પેશકદમી સહિતની મૂશ્કેલીઓ છે.

કોરોના કાળમાં આપણે ઓકસીજનની કિંમત સમજયા છીએ. રેલવેની ફાજલ જમીનમાં ઓકસીન આપતાં વૃક્ષોનું પીપીપી અથવા સ્વયં રેલવે દ્વારા વૃક્ષારોપણ કરી વનીકરણ કરવામાં આવે તો પર્યાવરણને મોટો ફાયદો થશે.સાંસદો સાથેની આ બેઠકમાં સાંસદ નરહરી અમીન તથા રાજકોટ રેલવેના ડીઆરએમ, ડીસીએમ સહિતના અધિકારીઓની ઉપસ્થિતી હતી. રેલવેની સ્ટેન્ડીંગ સમિતિના અધ્યક્ષ રાધા મોહન સિંઘે રામભાઇના સૂચનને આવકારી સાનુકુળ પ્રતિભાવ આપ્યો હતો. તેમણે અધિકારીઓને આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા પણ સૂચન કર્યુ હતું.