Abtak Media Google News

ચોપડા લેવા આવનાર વ્યક્તિએ માસ્ક બાંધવું ફરજિયાત

અમરેલી નાગરિક સહકારી બેંક લી. સમાજને મદદ થાય તેવા પ્રયત્નો કરવામાં હર હંમેશ અગ્રેસર છે. અમરેલી જિલ્લાના બાળકોના અભ્યાસ અર્થે વ્યાજબી દરે ઉત્તમ કવોલીટીના ફૂલ સ્કેપ ચોપડાનું વેચાણ બેંક દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, તે અંતર્ગત તા.૨૩ એપ્રિલથી બેકિંગ કામકાજના સમય દરમ્યાન સવારના ૧૦ કલાકથી સાંજના ૪ કલાક સુધી અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની ઓફિસેથી વેચાણ શરૂ કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસની મહામારી હોવાથી ચોપડા લેવા આવનાર વ્યક્તિઓને સરકારના નિયમ મુજબ યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે તેમજ મોઢા પર માસ્ક ફરજિયાત બાંધવાનું રહેશે.

આવી સુંદર કામગીરીને બેંકના ચેરમેન જયેશભાઈ એમ.નાકરાણી, વાઈસ ચેરમેન મનસુખભાઈ એમ.ધાનાણી, મેનેજીંગ ડિરેકટર ભાવિનભાઈ જે.સોજીત્રા તેમજ બેંકના ડિરેકટર પી.પી.સોજીત્રાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

અમરેલી નાગરિક સહકારી બેંક લી. અમરેલી જિલ્લાના લોકોને પોતાના બાળકોને સારી ગુણવત્તાના અને વ્યાજબી કિંમતે ચોપડાઓ આપી શકે તે માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. જેના ભાગરૂ પે દર વર્ષની માફક ચોપડાઓનું વેચાણ ચાલુ કરેલ છે. છેલ્લા સાત વર્ષથી અમોએ વ્યાજબી કિંમતના ચોપડાઓ લોકોને મળી રહે તેવા અમારા સંનિષ્ઠ પ્રયાસને લોકો તરફથી પુરતો સહકાર મળતા અમોએ આ વર્ષે પણ ચોપડા વિતરણનું કાર્ય હાથ ધરેલ છે.

આ તકે અમરેલી નાગરિક સહકારી બેંક લી.ના ડિરેકટર પી.પી.સોજીત્રાએ જણાવેલ છે કે ચોપડાની સંખ્યા ૧,૫૦,૦૦૦ હોય જેથી વ્હેલા તે પહેલાના ધોરણે સ્ટોક હશે ત્યાં સુધી ચોપડાઓ વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.