Abtak Media Google News

જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતા જ લોકડાઉનમાં મહત્ત્વની છૂટછાટો મળતા લોકો તેનો પૂરેપૂરો લાભ મેળવવા નગરમાં ખરીદી કરવા નીકળી પડ્યા હતા. લોકડાઉન પાર્ટ થ્રી ના પ્રથમ દિને જામનગરમાં ગ્રીન ઝોનની ગાઈડલાઈન મુજબ શોપિંગ મોલ સિવાયના કોમર્શીયલ કોમ્પલેક્ષ, છૂટક દુકાનો તથા બર્ધન ચોક, લીંડી બજાર વગેરે નગરની મુખ્ય બજારો પણ ઉઘડી હતી. ઘણી જગ્યાએ ગ્રાહકો સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન કરતા જોવા મળ્યા હતા તો અમૂક સ્થળે આ મુદ્દે બેદરકારી પણ જોવા મળી હતી. જાહેર માર્ગો પર ટ્રાફિક જોવા મળ્યો હતો. જો કે, કેટલાક જાહેર માર્ગો પર ભીડના દૃશ્યો જોવા મળ્યા હતા. ગ્રીન ઝોનમાં સમાવેશ થતા હવે નાગરિકોની જવાબદારી વધી ગઈ છે અને મહત્ત્વનું બની જાય છે. ’ગ્રીન ઝોન’ ને હરિયાળુ જ રાખવા માટે બિનજરૃરી ઘરની બહાર નીકળવાનું ટાળવાઅનુરોધ કરે છે.

શહેરમાં કોઈ વિસ્તાર ક્વોરન્ટાઈન નહીં: કલેક્ટર

જામનગર ખાતે ૩ પોઝિટિવ કેસ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો ત્યારે કલેકટર રવિશંકરે જણાવ્યું છે કે, જામનગરના લોકો ગભરાય નહીં જામનગરમાં આજે ત્રણ પોઝિટિવ કેસ આવેલ છે, તેઓ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી ઈકો ગાડીમાં જામનગર આવી રહ્યા હતા.જેમાં ગઇકાલે ૩ તારીખના રોજ સવારે તેમને ધ્રોલ ખાતે ચેક કરાતા, ત્યાંથી તેમને સીધા સમરસ હોસ્ટેલમાં લઇ જવાયા હતા, આ પરિવારને જામનગરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી અને કોઈ પણ વ્યક્તિ તેમના સંપર્કમાં આવેલ નથી. તેમને સમરસ હોસ્ટેલમાં જ રાખવામાં આવ્યા હતા જ્યાં તેમના સેમ્પલ લેવાતા આજે તેઓના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પરંતુ ત્રણે પોઝિટિવ કેસ જામનગર જિલ્લામાં પ્રવેશ્યા નથી તેથી તેમનો પ્રાઇમરી કોન્ટેક્ટ અને કવોરેન્ટાઈન તેમજ ક્ધટેન્મેન્ટ વિસ્તાર અમદાવાદમાં જ બનશે. જામનગર જિલ્લામાં કોઈ ક્ધટેન્મેન્ટ ઝોન નથી તેમ જ કવોરેન્ટાઈન વિસ્તાર પણ બનાવાયો નથી. જામનગરના લોકો ગભરાઇ નહીં તેમ કહી કલેકટરએ ઉમેર્યું હતું કે, આરોગ્યની અને પોલીસની ટીમ દ્વારા જામનગરના લોકોને સુરક્ષિત રાખવા સતત ખડે પગે રહી કામગીરી કરવામાં આવી રહી છે. કદાચ લોકોને થોડી  તકલીફ પડતી હશે, થોડી કડકાઈ પણ વર્તાતી હશે જે બદલ દરગુજર કરશો પરંતુ જામનગરમાં એક પણ પોઝિટિવ કેસ  ન આવે અને લોકો સુરક્ષિત રહે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીનો આભાર માનતા રાજ્યમંત્રી હકુભા જાડેજા

Jam Collector

કેન્દ્ર સરકાર દ્વારા જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવેલ હતું. જેને લઈને ૭૮ જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભય અને રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીને રજૂઆત કરી હતી, જેને અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી દ્વારા ગ્રીન ઝોનમાં જેટલી છૂટછાટ મળે તેટલી છૂટછાટ જામનગર જિલ્લાને આપવા બદલ જામનગર જિલ્લાના લોકો વતી માન. મુખયમંત્રી વિજયભાઈ રૃપાણીનો ખરા અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો. ગ્રીન ઝોનમાં મળતી સુવિધાઓ જામનગરને આપવાની સાથે-સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી દ્વારા જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગોને વિશેષ છૂટછાટ અપાવવા બદલ ફરી આ ઉદ્યોગો ધમધમતા થશે અને લોકોને રોજી-રોટી મળી રહેશે.

આ માટે રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીનો વિશેષ આભાર માન્યો હતો. સાથે-સાથે જામનગરની જનતાને પણ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) એ અપીલ કરી હતી કે હજુ કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી. જેથી સાવચેતી રાખવી અત્યંત જરૃરી છે.

દરેડ વિસ્તારને ક્ધટેઈનમેન્ટ એરિયામાંથી મુક્તિ અપાઈ

Hakubha

જામનગર નજીકના દરેડમાં એક પોઝિટિવ કેસ મળ્યા પછી લાંબા સમયગાળાથી કોઈ કેસ નોંધાયો નહીં હોવાથી આ વિસ્તારને ક્ધટેઈનમેન્ટ એરિયામાંથી મુક્તિ આપવામાં આવી છે. દરેડમાં એક બાળકનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. આથી જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને દરેડ ૯૦ ખોલી વિસ્તારના ૧૦૦ મીટરની ત્રિજિયામાં ક્ધટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી ત્રણ કિ.મી. વિસ્તારમાં આરોગ્ય વિષયક સર્વેલન્સ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કોઈ કેસ પોઝિટિવ જણાયા ન હતાં. આથી ગઈકાલે જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને દરેડના ૯૦ ખોલી વિસ્તારને ક્ધટેઈનમેન્ટ એરિયામાંથી મુક્તિ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.