Abtak Media Google News

રાજકોટ શહેર-ગ્રામ્ય, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૩૧૯ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૩ મે સુધી લંબાવવામાં આવ્યા બાદ ગઇકાલે લોક ડાઉનમાં સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપી છે. ત્યારે લોક ડાઉન ન હોય તે રીતે સૌરાષ્ટ્રમાં એક સાથે મોટી સંખ્યામાં દિવસ દરમિયાન બહાર નીકળ્યા હતા તેમ રાતે પણ લોક ડાઉનનો ભંગ કરવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો. લોક ડાઉનનો ભંગ કરી રાજકોટ, રૂ રલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અને બોટાદ પોલીસે લોક ડાઉનનો કડક રીતે અમલ કરાવવા ૫૨૪ શખ્સોને વિના કારણે આટા ફેરા કરતા પોલીસે ધરપકડ કરી છે. ૩૧૯ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ શહેરના જ્યુબીલી, દિવાનપરા, વિરાણી ચોક અને યાજ્ઞિક રોડ પાસેથી ૪ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. સંત કબીર રોડ, મોરબી રોડ, નવાગામ, શ્રીરામ પાર્ક, ભગવતીપરા, વેલનાથપરા, રાધામીરા પાર્ક, કલ્પતરૂ  સિટી, તિરૂ પતિ સોસાયટી અને સેટેલાઇટ ચોક પાસેથી ૨૫ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ અને દુધ સાગર રોડ પાસેથી ૨ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. કેવડાવાડી અને શેઠ હાઇસ્કૂલ પાસેથી ૨ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. દિવેલીયાપરા, રંગીલા સોસાયટી, નવાગામ દેવનગર, સાત હનુમાન મંદિર, કુવાડવા, સોખડા ચોકડી, માલીયાસણ, ગવરીદડ, હડાળા અને બામણબોર પાસેથી ૨૯ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. પ્રદ્યુમનપાર્ક, જૂના માકેર્ટીગ યાર્ડ, મંછાનગર, કોઠારિયા રોડ, ઢોલરાના પાટીયા, સોમનાથ સોસાયટી, કોઠારિયા જે.કે.પાર્ક, સ્વાતિ પાર્ક અને સરધાર ગામ પાસેથી ૧૧ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. અતિથી ચોક, પંચવટી રોડ, મવડી ચોક, દેનાબેન્ક સોસાયટી, રાજનગર ચોક અને આનંદ બંગલા ચોક પાસેથી ૧૩ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, વૈશાલીનગર, હનુમાન મઢી ચોક,રામેશ્ર્વર ચોક, કૈલાશ ધારા, બેકબોન સોસાયટી અને ઘંટેશ્ર્વર ચેક પોસ્ટ પાસેથી ૧૨ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. મુંજકા ગામ, ઇન્દિરા સર્કલ, આકાશવાણી ચોક, સાધુ વાસવાણી રોડ, નક્ષત્ર ચોક, રૈયાધાર, રાણીમા રૂ ડીમા ચોક, અયોધ્યા ચોક અને ગોકુલ મથુરા ચોક પાસેથી ૧૭ શખ્સોને યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. મોરબી હાઉસ અને જંકશન પ્લોટ પાસેથી ૬ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, વાવડી ચોકી, ભીમનગર અને સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી પાસેથી ૧૮ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા આઠ પોલીસ મથકના સ્ટાફે ૨૫૩ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીના ૩, લોધિકા ૮, ધોરાજીમાં ૨૫, જામકંડોરણા ૫, જેતપુરમાં ૩૨, વિરપુર ૪, ગોંડલમાં ૧૦, પડધરીમાં ૮, ઉપલેટામાં ૨૯, ભાયાવદરમાં ૧૪, પાટણવાવમાં ૧૧, જસદણમાં ૭, ભાડલામાં ૫, વિછીંયામાં ૧, આટકોટમાં ૪ અને શાપરમાં ૧૧ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બોટાદમાં ૪૬, દેવભૂમિ દ્વારકામાં ૧૭, ગીર સોમનાથમાં ૫૬, મોરબીમાં ૪૦, અને જૂનાગઢમાં ૧૧૦ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૩૧૯ વાહન ડીટેઇન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.