Abtak Media Google News

ઇન્જેકશન આપી બાટલો ચડાવતા દર્દીઓને કમર-માથામાં દુખાવો ઉપડ્યો : ટ્રસ્ટી-તબીબો દોડતા થયાં

અમરેલીમાં મોતિયાના ઓપરેશન દરમિયાન અંધાપાકાંડમાં વિવાદમાં આવેલી શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. આ વખતે દર્દીઓને અંધાપો તો હોસ્પિટલે નથી આપ્યો પરંતુ દર્દીઓને ઈંજેક્શન આપ્યા બાદ આડ અસરો થઈ હોવાની ફરિયાદ સામે આવી છે.

અમરેલીની શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અગાઉ આ જ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારી બદલ 5 જેટલા લોકોને અંધાપો આવ્યો હતો. અંધાપાકાંડથી બદનામ આ હોસ્પિટલમાં આ વખતે 15 દર્દીઓને ઈંજેક્શન અને બોટલ ચડાવ્યા બાદ રિએક્શનની ફરિયાદ સામે આવી છે. દર્દીઓએ કમર-માથામાં દુખાવો, ઠંડી લાગવાની ફરિયાદ કરી હતી. હાલ 7દર્દીઓની સ્થિતિ સારી થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જયારે 8 દર્દીઓ સારવાર હેઠળ છે.

અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં બનેલા અંધાપા કાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં હોસ્પિટલની ફરી એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં મહિલાઓના વોર્ડ-3માં દાખલ થયેલ 15 મહિલા દર્દીઓને બાટલા ચડાવ્યા બાદ ઈન્જેકશન અપાતા મહિલા દર્દીઓને રિએકશન આવતા દર્દીઓના સગા-સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલનું તંત્ર દોડધામમાં પડી ગયું હતું. તબીબો દોડી આવ્યા હતા તથા તપાસ હાથ ધરી હતી.

Whatsapp Image 2024 03 23 At 15.10.00 0B0967D4

અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. મળતી વિગત મુજબ હોસ્પિટલના મહિલાઓના વોર્ડ નં. 3માં તાવ-શરદી અને વાયરલ ઈન્ફેકશનના મહિલા દર્દીઓ દાખલ થયા હતા. તેમાં ગત રાત્રે 15 જેટલા મહિલા દર્દીઓને બાટલા ચડાવી ઈન્જેકશન અપાતા દર્દીઓને રિએકશન આવ્યું હતું. દર્દીઓને માથાનો દુ:ખાવો, હાથ-પગ ઠંડા પડવા લાગ્યા હતા. મહિલા દર્દીઓની તબિયત રિએકશનને લીધે વધુ બગડતા તેના સગા-સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલીક ફરજ પરના તબીબો વોર્ડ-3માં દોડી આવ્યા હતા અને તમામ 15 મહિલા દર્દીઓને આઈસીયુ અને અલગ વોર્ડમાં શીફટ કરાયા હતા.

રિએકશન આવ્યું હતું તેવા દર્દીઓ ઝરીનાબેન ઈસ્માઈલભાઈ, વિજયાબેન મુકેશભાઈ, શેરબાનુબેન રશીદભાઈ, રજીયાબેન મહેબુબભાઈ, બાનુબેન જમાલભાઈ, ચંપાબેન જાદવભાઈ, કવિતાબેન ધનંજયસિંહ, મીતાલીબેન રમેશભાઈ, શાયરાબેન છોટુભાઈ સહિત 15 જેટલા દર્દીઓની તુરંત સારવાર શરૂ કરી દેવાઈ હતી. જે પૈકી 7 દર્દીઓને સારૂ થઈ જતાં રજા આપી દેવાઈ હતી. જયારે 8 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

7 દર્દીઓ ડિસ્ચાર્જ જયારે 8 સારવાર હેઠળ : અમુક દર્દીઓને આઈસીયુમાં ખસેડવાની ફરજ પડી

રીએક્શનનો સામનો કરી રહેલા કુલ 15 મહિલા દર્દીઓ પૈકી 7ની તબિયતમાં સુધારો થતાં તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જયારે 8 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. પ્રાપ્ત વિગત અનુસાર રીએક્શન આવતા અમુક દર્દીઓની તબિયત વધુ બગડતા આઈસીયુમાં ખસેડવાની ફરજ પડી હતી.

આડ અસર પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરાઈ : મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન

શાંતાબા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.આર.એમ. જીત્યા અને ડો.વિજય વાળાએ જણાવ્યું હતું કે 15 મહિલા દર્દીઓને રિએકશન આવ્યું હતું. દર્દીઓને કયાં ઈન્જેકશનથી રિએકશન આવ્યું તેની તપાસ હાથ ધરાઈ છે તથા ઈન્જેકશનના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.