Abtak Media Google News

અમરેલી જૂના માર્કેટ યાર્ડ ખાતે આવેલા નામાંકીત અને 85 જેટલી દુકાનો અને ઓફિસો ધરાવતું શિવમ પ્લાઝા કોમ્પલેક્ષ ને ચાર મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ ફાયર સેફ્ટી માટે કોઈ સવલત ના કરાતાં  આજે ફાયર ઓફિસર એચ સી ગઢવી ની આગેવાનીમાં આખ કોમ્પલેક્ષ ને ખાલી કરાવી સિલ કરવામાં આવ્યું છે

હાલમાંજ અમદાવાદ માં એક એપાર્ટમેન્ટ માં આગ લાગવાના કારણે એક તરુણી નુ મૃત્યુ થયું હતું આવા અવાર નવાર કિસ્સાઓ જોવા મળેછે જેને ધ્યાને લઇ અમરેલી જિલ્લા ફાયર સજાગ બની છે ત્યારે થોડા દિવસો પહેલા શાંતાબા મેડિકલ કોલેજ માં આવી કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને આજે શિવમ પ્લાઝા કોમ્પલેક્ષ ને પણ ફાયર સેફ્ટી ના અભાવે સિલીંગ કરી દેવાઈ છે ફાયર ઓફિસર ગઢવી એ જણાવતા કહ્યું હતું કે , અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહેછે જેને પહોચી વળવા અને થતી દુર્ઘટનાઓ ને ટાળવા માટે આં કડક કાર્યવાહી કરવામાં આવે છે અને અમરેલીમાં આગામી દિવસોમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.