Abtak Media Google News
  • અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલીની પ્રાથમિક સુવિધાઓને લઈ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું

અમરેલી શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દૂધાતની ઉપસ્થિતિમાં શહેરી જનોને પ્રાથમિક સુવિધાઓ ને લઈ પડી રહેલી મુશ્કેલીઓ અને સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારના વિરોધમાં જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર અજય દહિયાને 20 મુદ્દાઓની મોખિક રજૂઆત સાથે આવેદન પાઠવ્યું હતું. આમ જુઓ તો લોકસભા 2024ની ચૂંટણી હવે નજીક આવી રહીછે ત્યારે ચૂંટણીની તૈયારીઓ અમરેલી જિલ્લામાં થવા લાગી છે ભાજપ દ્વારા વિકસિત ભારત યાત્રા સાથે ગામડાઓનો સંપર્ક કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા સાથે સાથે લોકસભાની ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યું છે ત્યારે હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ પણ મેદાને આવી છે.

લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે હાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા લોકોની સમસ્યાને લઈને મેદાને ઉતરી છે એવું પણ કહી શકાય કે લોકસભા 2024 ની ચૂંટણી માટે કોંગ્રેસ એ લોકોના પ્રશ્ર્નોને લઈ ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે લોકોમાં પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે કે જ્યારે ચૂંટણી નજીક આવે છે  ત્યારે જ કેમ લોકોના પ્રશ્ર્ન ધ્યાને આવે છે. વિધાનસભાની ચૂંટણીને એક વર્ષથી વધારેનો સમય ગાળો થઈ ચૂક્યો છે એ સમય દરમિયાન ક્યારે પણ લોકોના પ્રશ્નો સાંભળવાનો ટાઇમ નહોતો અને  હવે લોકસભાની ચૂંટણી આવી ત્યારે જ લોકોના પ્રશ્ન નેતાઓને દેખાવા લાગ્યા? જિલ્લા કોંગ્રેસ , શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ હવે લોકોના વણઉકેલાયેલા પ્રશ્નો લઈ મેદાન આવી છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યાદ્વારા પાલિકાના વિવિધ 20 જેટલા મુદ્દાઓ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું જેમાં નવ નિયુક્ત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકામાં વિવિધ કામોને લઈને ભ્રષ્ટાચાર થઈ રહયા છે. ચૂંટણી નજીક આવતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનાં તાળા ખુલ્યા અગાઉ પણ ચૂંટણી હાર્યા બાદ ટૂંક સમયમાં જ  કાર્યાલયને તાળું માર્યું જ્યારે લોકો જાય ત્યારે કાર્યાલય ઉપર તાળું મારેલું જોવા મળે છે તેવી જ રીતે અત્યાર સુધી લોકો પોતાની સમસ્યા લઇને જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે જતા તો ત્યાં કાર્યાલયને તાળા જોવા મળતા હતા ત્યારે આજે અચાનક શહેર કોંગ્રેસ દ્વારા લોકોની સમસ્યાઓના 20 મુદ્દાઓ સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.