Abtak Media Google News

અમરેલી તાલુકાના ફતેપુર ગામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, અમરેલી ટીડીઓ સહિત ગામના અગ્રણીઓ ઊપસ્થિત હતા, પોતાના સ્વાગત માટે થનગની રહેલા આગેવાનો ને શાળા ઉપર રાષ્ટ્રધ્વજની હાલત ધ્યાનેજ ના આવી એક નહિ ત્રણ ત્રણ રાષ્ટ્રધ્વજ ખંડિત હાલતમાં ફરકી રહ્યા હતા તેમજ સ્કૂલની અંદર પણ સીડી ઉપર રાષ્ટ્રધ્વજ જમીન ઉપર વિખરાયેલા જોવા મળ્યા હતા ત્યારે શાળાના સતાધીશો માત્ર પોતાની વાહવાહી સાંભળવા માટે થઈને રાજકીય આગેવાનોને ખુશ કરવામાં એટલા મશગૂલ હતા કે શાળાની ટોચ ઉપર ફરકી રહેલા આપણા રાષ્ટ્રધ્વજ ઉપર ધ્યાન કરવાનું જ ભૂલી ગયા હતા તાલુકા પંચાયતના પ્રમુખ , જિલ્લા પંચાયતના સદસ્ય, વગેરે ઘણા બધા નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા પરંતુ આવું સઘળું ધ્યાન કોઈનું પણ ગયું નહિ બીજા તો બધા ઠીક છે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને પણ આ રાષ્ટ્રધ્વજ ન દેખાયો…?

પરંતુ શાળાના શિક્ષકો જે જ્ઞાનના દાતાઓ કહેવાય છે તેઓનું પણ આજ સુધી ધ્યાન ગયું નથી રાષ્ટ્રધ્વજ લગાવ્યા પછી તેની શું હાલત છે તેવું કોઈ જોતું નથી લગાવી દીધા એટલે આપણે દેશ ભક્ત થઈ ગયા આવું માનવા વાળાઓ માટે કડક પગલાં લેવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ફરી વખત રાષ્ટ્રધ્વજ નું અપમાન ક્યારે ના થાય જોકે આ બાબતે શાળાના આચાર્ય સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે 15 ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ લગાવ્યા છે અને દેખાતા ના હોવાથી રહી ગયા છે કહી હાલ શાળા ઉપર લગાવેલા રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યા છે ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.