Abtak Media Google News

જસપ્રીત બુમરાહને પણ આરામ અપાયો: કુલદીપ-લોકેશ ફિટ ટેસ્ટમાં પાસ થશે ત્યારે રમશે

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. ત્યારબાદ ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ભારતીય ટીમને ટી2 અને વન-ડે સીરિઝ રમવાની છે. વન-ડે માટે પહેલા જ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે 14 જુલાઈ ગુરૂવારે ટી20 ટીમની જાહેરાત કરવામાં આવી. વિરાટ વિના જ ટિમ ઇન્ડિયા વિન્ડીઝના પ્રવાશે જશે. જેમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો જોવા મળ્યા.પસંદગીકારોએ ઉમરાન મલિકને પણ બહારનો રસ્તો દેખાડી દીધો છે. બીજી તરફ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલી પણ ટીમમાં નથી.

ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વન-ડેમાંથી ઈજાના કારણે બહાર રહેલા કોહલીને ટી20 ટીમમાં સામેલ કરાયો નથી. જોકે, બીસીસીઆઈ દ્વારા પોતાના સત્તાવાર નિવેદનમાં તે કહેવામાં આવ્યું નથી કે તેને આરામ આપવામાં આવ્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે. જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલનું નામ પણ ટીમમાં નથી.રોહિત શર્મા ટીમનો સુકાની રહેશે જ્યારે લોકેશ રાહુલ અને કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરાયા છે. ઈજાના કારણે આ બંને ખેલાડીઓ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી સીરિઝમાં રમી શક્યા ન હતા. જોકે, અંતિમ ઈલેવનમાં તેમનો સમાવેશ તેમની ફિટનેસ પર આધાર રાખે છે. બીસીસીઆઈ એ કહ્યું છે કે, રાહુલ અને કુલદીપને સામેલ કરવા તેમની ફિટનેસ પર આધાર રાખે છે. જ્યારે હાર્દિક પંડ્યા અને રિશભ પંતને વન-ડે ટીમમાં આરામ આપવામાં આવ્યો છે જ્યારે ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 22 જુલાઈથી શરૂ થશે. પ્રથમ ત્રણ વન-ડે રમાશે અને બાદમાં પાંચ ટી20 મેચની સીરિઝ રમાશે. ભારતે સૌ પ્રથમ વન-ડે ટીમની જાહેરાત કરી હતી. જેનું નેતૃત્વ શિખર ધવન કરશે. પ્રથમ ટી20 ત્રિનિદાદમાં રમાશે. ત્યારબાદ બે મેચ સેન્ટ કિટ્સમાં રમાશે. સીરિઝની સમાપ્તિ ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાનારી અંતિમ બે ટી20 મેચ સાથે થશે.

પાંચ મેચની ટી20 સીરિઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (સુકાની), ઈશાન કિશન, લોકેશ રાહુલ (ફિટનેસ પર આધાર રાખશે), સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, શ્રેયસ ઐય્યર, દિનેશ કાર્તિક, રિશભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ (ફિટનેસ પર આધાર રાખશે), ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.