Abtak Media Google News

એ સી.બી ની ટ્રેપને લઈ ઈડરની અન્ય કચેરીઓના લાંચિયા અધિકારીઓમાં ફફડાટ

સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકામાં આવેલી જવાનપુરા ગ્રામ પંચાયતમાં  મોટા ભાગનો ઈડરની શહેરી સોસાયટી વિસ્તાર આવેલો છે સાથે સદાતપુરા અને સાપવાડા ગામ પણ આ ગ્રામ પંચાયતમાં આવેલ છે ઈડરના ગ્રામ પંચાયતોમાં જવાનપુરા ગ્રામ પંચાયત આવકની દૃષ્ટિએ અવલ નંબર પર આવે છે જેના સરપંચ અને સભ્ય પદ મેળવવા માટે  વિધાનસભા ચુંટણી જેવો માહોલ સર્જાય છે કારણકે અહીંયા વિકાસ કામો અને સામાન્ય જનતાને પોતાના કામો માટે મોટો વહીવટ આપવામાં આવતો હોય છે જેનાથી કંટાળી જવાનપુરા ગ્રૂપ ગ્રામ પંચાયતના એક ગામના અરજદારે ભ્રષ્ટ સત્તાધીશોને પાઠ ભણાવવા માટે લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં અરજદારે તેના બાંઘકામની રજા ચિઠ્ઠી  મેળવવા અરજી કરી હતી જેને લઈ ગ્રામ પંચાયતના લાંચિયા સત્તાધીશો એ મોટી રકમની માગણી કરી હતી પરંતુ રકજક ના અંતે 12 હજાર નક્કી થતા જેમાં અરજદારે જીલ્લા એ.સી.બી નો સંપર્ક કરતા અરજદાર પાસે થી જીલ્લા એ.સી.બી ની ટીમે સમગ્ર મામલે આધાર પુરાવા એકઠા કરી લાંચિયા મહિલા સરપંચને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવાયું હતું ત્યારે ગ્રામ પંચાયત ખાતે સરપંચનો હોદ્દો લઈ ખુરશી ઉપર બિરજમાન લાંચિયા સરપંચને જીલ્લા એ.સી.બી ટીમે અરજદારને સાથે રાખી ગ્રામ પંચાયતમાંથી લાંચિયા મહીલા સરપંચ ઉર્મિલા પરમાર અને કોમ્પ્યુટર ઓપરેટર રાકેશ પટેલને રંગે હાથ ઝડપી લઈ અટકાયત કરી હતી ગરીબ પ્રજા જોડેથી કાયદેસર કામ માટે ગેરકાયદેસર રીશ્વત લેતાં મહીલા સરપંચ સહિત કોમ્પ્યુટર ઓપરેટરને જીલ્લા એ.સી.બી ટીમે ઝડપી પાડતા ઈડરની અન્ય કચેરીમાં બેસેલા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.