Abtak Media Google News

ગાંધીનગરનું ગિફટ સિટીએ ભારતનું અગ્રણી ટેક હબ, એક વિશાળ મનોરંજન ક્ષેત્રનું હબ બનવા માટે તૈયાર છે. સૂચિત 20-એકર સાઈટ થીમ પાર્ક, ગેમિંગ આર્કેડ અને વિવિધ મનોરંજક સુવિધાઓ દર્શાવવા માટે તૈયાર છે.આ ઝોનની મુખ્ય વિશેષતા એ છે કે એક વિશાળ ફેરિસ વ્હીલ, જે લંડન આઈની યાદ અપાવે છે, જે 158 મીટરની ઉંચાઈ સુધીનું છે

બિઝનેશ સાથે આનંદના સમન્વય  માટે ચકડોળ, શોપીંગમોલ, ફુડ પ્લાઝા,થીયેટરનું થશે નિર્માણ: પાંચ હજાર કરોડનું હોબેસ રોકાણ

વધુમાં, આ વિસ્તારમાં એક સાંસ્કૃતિક 1 ઝોન હશે, જે આર્ટ ગેલેરીઓ, થિયેટરો – અને પ્રદર્શન જગ્યાઓ સાથે પૂર્ણ થશે. એન્ટરટેઈનમેન્ટ ઝોન રિટેલ અને ડાઈનિંગ એક્સ્ટ્રાવેગેન્ઝા પ્રદર્શિત કરશે,જે વિવિધ રુચિઓ અને પસંદગીઓને પૂરી કરતા વૈવિધ્યસભર લેન્ડસ્કેપ ઓફર કરશે.ગિફટ સિટીના એક વરિષ્ટ અધિકારીએ  જણાવ્યું હતું કે, ’અમારા મજબૂત બિઝનેસ . હબની સાથે વાઈબ્રન્ટ રિટેલ કમ એન્ટરટેઈનમેન્ટ હબ એ અનિવાર્ય જરૂરિયાત છે.’

આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂ. 5,000 કરોડ છે અને વૈશ્વિક ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. રાજય સરકાર જાન્યુઆરીમાં આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન પ્રોજેક્ટ માટેના એમઓયુને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય ધરાવે છે.

ઓછામાં ઓછા 1.5 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલા આ ઝોનમાં હાઇ સ્ટ્રીટ રિટેલ અથવા શોપિંગ મોલ, ફૂડ પ્લાઝા, મ્યુઝિકલ ફાઉન્ટેન શો, ગેમ ઝોન, વોટર સ્પોર્ટ્સ, થિયેટર, બગીચા અને મનોરંજનના વિસ્તારો હશે. સાંસ્કૃતિક કેન્દ્રમાં આર્ટ ગેલેરી, થિયેટર અર્થે પ્રદર્શન જગ્યાઓ જેવી સુવિધાઓનો સમાવેશ થશે. શહેરી ધમધમાટ વચ્ચે, ઝોન શાંત લીલા જગ્યાઓ, ઉદ્યાનો અને મનોરંજનના વિસ્તારો પ્રદાન કરશે. જે ખળભળાટ ભરેલા શહેરમાં શાંતિ અર્પે છે. આરિક્રિએશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ગિફટ સિટીના વિઝન સાથે સંરેખિન્ન છે, જે માત્ર અમદાવાદ અને ગાંધીનગરના પડોશી શહેરોના જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિદેશના મુલાકાતીઓ માટે પ્રવાસન આકર્ષણ તરીકે પોતાને સ્થાન આપે છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.