Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ વચ્ચે એકેડેમીક કો-ઓપરેશન માટે કરાર

ગુજરાતના બાયોટેકનોલોજી ક્ષેત્રને હવે બ્રિટનનો સાથ મળશે. જીવ વિજ્ઞાનના સંશોધનો વધુ ઝડપી બનાવવા ગુજરાત અને બ્રિટન વચ્ચે કરાર થયા છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને બ્રિટનના સ્કોલેન્ડ સ્થિત યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ વચ્ચે એકેડેમીક કો-ઓપરેશન માટે સમજૂતી થઈ છે. આ શૈક્ષણિક આદાન-પ્રદાન અંગેના કરાર પ્રસંગે ભારતના બ્રિટિશ હાઈ કમિશનર શ્રીયુત એલેક્સ ડબલ્યુ એલિડ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, બાયોટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતમાં અને ભારતમાં શૈક્ષણિક શંસોધન અને રોકાણની તકો વધે, બાયોટેકનોલોજી દ્વારા હેલ્થ કેરમાં નવીન સંશોધન અને તેના દ્વારા ઉકેલ આવે, તેમજ  કૃષિ, પર્યાવરણ અને ઉદ્યોગોમાં પ્રગતિ માટે બાયોટેકનોલોજીની ઉપયોગિતા ઉપર ભાર મૂકાયો છે.

45Dc1537 52C3 47C5 A58E D45105039Aac

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત ફાર્મા ઉદ્યોગનું મજબૂત હબ છે, તેનો બાયોફાર્મા અને એગ્રીકલ્ચર બાયોટેક ક્ષેત્રે ઉપયોગ કરી શકાય. ગુજરાત સરકારે શરૂઆતથી બાયોટેકનોલોજીના વિકાસ માટે વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ વચ્ચે શૈક્ષણિક કરારથી ઇનોવેશન, બાયોટેક ક્ષેત્રે શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો તૈયાર કરવા તેમજ આ ક્ષેત્રે વિવિધ ઉત્પાદન અને તેના ઉકેલમાં ભાવિ ભારત અને વિશ્વ માટે મહત્વની ભૂમિકા ભજવશે.

GBUના ડાયરેક્ટર જનરલ હરીત શુક્લા, સચિવ અશ્વિનીકુમાર તેમજ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ અને બ્રિટિશ હાઇ કમિશનરના રાજદ્વારીઓ, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના અધ્યાપકો ઇ-માધ્યમથી જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.