Abtak Media Google News

સોનાના ઘરેણા, લેપટોપ, મોબાઇલ અને રોકડ મળી રૂ.૩.૪૬ લાખનો મુદામાલ કબ્જે

શહેરમાં લકઝરીયસ કારના કાચમાં ટકટક કરી ચાલકને પૈસા પડી ગયાનું કહી નજર ચુકવી કિંમતી માલ-સામાનની ચોરી કરતી આંતર રાજય તસ્કર ગેંગના પાંચ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી રૂ.૩.૪૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પાંચેય તસ્કરો રાજકોટ ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ચેન્નાઇ, સુરત અને ભૂજ ખાતે અનેક ચોરી કર્યાની કબુલાત આપી છે.

ગ્રીન લેન્ડ ચોકડી પાસે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમિયા, હેડ કોન્સ્ટેબલ જગમલભાઇ ખટાણા, કૃપાલસિંહ ઝાલા, સંજયભાઇ ‚પાપરા, જયસુખભાઇ હુંબલ, મયુરભાઇ પટેલ અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તામિલનાડુના તિરૂચીસપ્પલીના કુલીકુડી ગામના બાલન રાજગોપાલ શેરવઇ, હરીહરન વડીવેલ શેરવઇ, લખમણ કુમાર શેરવાઇ, પ્રસાંત ચંદુ શેરવઇ અને મનોજ કુમાર કાનન શેરવઇ નામના શખ્સોને બાતમીના આધારે ધરપકડ કરી છે.

પાંચેય શખ્સો શહેરમાં લકઝરીયર્સ કારના દરવાજાનો કાચ ટકટક કરી ચાલકને તમારા પૈસા પડી ગયાનું જણાવી નજર ચુકવી કારમાં રહેલા કિંમતી માલ સામાનની ચોરી કરતા હોવાની કબુલાત આપી હતી. પાંચેય શખ્સો સાતેક માસ પહેલાં ત્રિકોણ બાગ પાસે ફિયાસ્ટા કારના ચાલકની નજર ચુકવી કારમાંથી દોઢ કિલો સોનુ અને રૂ.૨ લાખ રોકડા મળી રૂ.૪૭ લાખની મત્તા ચોર્યાની, બે દિવસ પહેલાં રાણાવાવના ટ્રાન્સપોર્ટ સંચાલકના કાર ચાલકની નજર ચુકવી રૂ.૮૦ હજારની મત્તા ચોર્યાની, કાલાવડ રોડ પર ફોર્ચ્યુનર કારના ચાલકની નજર ચુકવી રૂ.૨.૫૦ લાખની મત્તા ચોર્યાની કબુલાત આપી છે.

આ ઉપરાંત અમદાવાદ મણીનગર પાસે રેલવે સ્ટેશન પર નવજીવન એકસપ્રેસ ટ્રેનના મુસાફરના રૂ.૫૦ હજાર, સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનના મુસાફરની નજર ચુકવી રૂ.૫૦ હજારની ચોરી કર્યાની અને ભુજમાં લાલ ટેકરી પાસે સ્કોર્પીયો ચાલકની નજર ચુકવી રૂ.૮ હજાર રોકડા, મોબાઇલ, સોનાની બુટી, સોનાની વીટી અને લુઝ ચોર્યાની કબુલાત આપી છે. પાંચેય તસ્કરોએ ગુજરાત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ચેન્નાઇ ખાતે ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી રૂ.૨.૪૨ લાખની કિંમતના સોનાના ઘરેણા, મોબાઇલ, લેપટોપ અને રોકડ મળી રૂ.૩.૪૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.