Abtak Media Google News

ડો.ભરતભાઈ બોઘરા અને કુંવરજીભાઈ બાવળીયાના મીલની ભાજપના નવા-જુના કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ

જસદણના પૂર્વ કોંગ્રેસના અને હાલ ભાજપના ગાંધીનગર તો ઠીક પણ દિલ્હી સુધીના દરવાજા ખખડાવતા પ્રજા વચ્ચે રહેનારા ડો.ભરતભાઈ બોઘરા અને તાજેતરમાં ભાજપનો ભગવો ધારણ કરી કેબિનેટ મંત્રી બનેલા કુંવરજીભાઈ બાવળીયા આ બંને નેતાઓનું ૨૦૦૯ પછી જાહેરમાં મિલન થશે. ગત સાંજે ગુરુવારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રવિવાર સુધી જસદણ વિંછીયા અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લા અને ગામોના પ્રવાસમાં છે

ત્યારે શુક્રવારે સાંજે ભાજપના આટકોટ રોડ પર આવેલ કમલમ કાર્યાલય ખાતે એક સમયના કુંવરજીભાઈના ભાગીદાર ડો.ભરતભાઈ બોઘરાએ કુંવરજીભાઈ થોડા જ દિવસ પહેલા ભાજપનો ખેસ ધારણ કર્યો અને કેબિનેટ મંત્રી બની ગયા આ અંગે તેમનો સન્માન સમારોહ ગોઠવ્યો છે. જેમાં ભરતભાઈએ દરેક આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને જાહેર નિમંત્રણ આપી દીધું છે.

પરંતુ મંત્રી બાવળીયાના ચાર દિવસના સતાવાર પ્રવાસમાં આ કાર્યક્રમની યાદી નથી પણ પ્રવાસ ગોઠવાયા પછી કદાચ આ કાર્યક્રમ ગોઠવાયા હશે જે પણ કારણ હોય પણ આ બંને નેતાઓ આજે સાંજે ઘણા વર્ષો પછી જાહેરમાં ગળે મળવાના છે.  ત્યારે ભાજપના જુના કાર્યકરો પણ બહોળી સંખ્યામાં આ પળને માણવા કમલમ ખાતે આવશે.

ઈ.સ.૨૦૦૯ પહેલા ડો.ભરતભાઈ બોઘરા અને ડો.કુંવરજીભાઈ બાવળીયાએ વર્ષો સુધી કોંગ્રેસમાં સાથે રહી કામ કર્યું. દરમિયાન ૨૦૦૯ પહેલા બંને વચ્ચે કોઈ કારણોસર મતભેદ  સર્જાતા ભરતભાઈએ તે સમયના રાજયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આંગળી પકડી ધારાસભાની પેટા ચુંટણી જીતી બતાવી અને તાલુકામાં અબજો રૂપીયાના વિકાસ કામો કરાવ્યા ત્યારબાદ બંને જાહેરમાં હસ્તધનુન કરતા દેખાયા નથી

અને ૨૦૧૮માં કુંવરજીભાઈ બાવળીયાએ રાહુલ ગાંધીને ભાંડી ભાજપનો ભગવો પહેરી કેબિનેટ મંત્રી બની ત્રણ ખાતા સંભાળી આજે જસદણ-વિંછીયાના પ્રવાસે છે. એક સાંજના કાર્યક્રમમાં આજે સાંજે એક સમયના ખાસ જોડીદાર નેતાઓ લાંબા સમય પછી એકબીજાને ગળે મળવાના છે ત્યારે કુંવરજીભાઈ મંત્રી બનયા બાદ પ્રજાને પણ કેટલીક અપેક્ષા છે.

દરમિયાન સામાજિક કાર્યકર હિતેશ ગોસાઈએ જણાવ્યું કે, ગાંધીનગરમાં કુંવરજીભાઈ છે ત્યારે જસદણને પીવા માટે પાણીનો એક નવો ફિલ્ટર પ્લાનન્ટ આપે સરકારી હોસ્પિટલમાં વિવિધ નિષ્ણાંત ડોકટરોની નિમણુક કરે જેથી વધુ સારવાર લેવા જતા કોઈને જીવ ખોવો ન પડે અને રજવાડા સમયની ડી.એસ.વી.કે.હાઈસ્કુલ ખાનગી ટ્રસ્ટ પાસેથી પરત લઈ સરકાર હસ્તક આ હાઈસ્કૂલ અને બાળકોની શાળાનું સંચાલન થાય તે અત્યંત જરૂરી છે.

આ ત્રણેય બાબતો પર ખુદ હાલના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જ વિરોધ દર્શાવેલો છે પણ તે સમયે તેઓ ભાજપમાં નહોતા. આજે બે નેતાઓનું મિલન વાનું હોવાથી ભાજપના નવા જુના કાર્યકરોમાં ઉત્સાહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.