Abtak Media Google News

એચઆઈવી સામે જનજાગૃતિ લાવવા પત્રકાર પરિષદમાં અપાઈ વિગતો

એઈડસની સારવાર માટેના સંશોધનોમાં અન્ય રોગોની સરખામણીએ ક્રાંતિ થઈ હોવાનું પત્રકાર પરિષદ દરમિયાન શુભમ હોસ્પિટલ, એચઆઈવી એઈડસ સેન્ટરના ડો.લલીતા બુચે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, એચઆઈવી એટલે હ્યુમન ઈમ્યૂનોડેફિશિયન્સી વાયરસ. આ વાયરસને લીધે એઈડ્સ એટલે કે એકવાટર્ડ ઈમ્યૂનોડેફિશિયન્સી સિન્ડ્રોમ થાય છે.

Advertisement

એચઆઈવીથી અસરગ્રસ્ત ૦.૩ ટકા લોકો ભારતની વસ્તીના છે. એપરોક્ષ ૩૦ લાખ લોકો ચેપગ્રસ્ત ૨૫% લોકોને બીમારીની જાણ નથી. વિશ્ર્વમાં ૧૯૮૧ના પહેલા કેઈસ પછી સારવારમાં બીજી કોઇપણ બમારી કરતા વધારે પ્રગતી થઈ છે. જીવલેણ રોગમાંથી હવે યોગ્ય સારવારથી ઓછામાં ઓછુ ૩૦ થી ૪૦ વર્ષનું સારું ઉપયોગી કાર્યક્ષમ જીવન મળી શકે છે. નિયમિત સારવાર કરાવવાથી આ રોગ ડાયાબીટીસ અને બી.પી.ની જેમ કંટ્રોલમાં રાખી શકાય છે. એચઆઈવીમાં સીડી૪ સેલ્સમાં પ્રવેશી ઝડપભેર પોતાની સંખ્યા વધારે છે અને રોગ પ્રતિકારક શકિત ઘટાડે છે. આથી શરીરનું રોગ પ્રતિકારક તંત્ર નબળું પડી જાય છે. જેથી અમુક રોગો ક્ષય, (ટીબી), ન્યુમોનિયા, ઝાડા ફુગજન્ય અને હરપીસ વગેરે થતા હોય છે.

એચઆઈવી પોઝિટીવ હોવાની જાણ થતાં તમને એક ભારે માનસિક આઘાત લાગી શકે છે. પહેલા એક એવા ડોકટરને મળો જેમને એચઆઈવી વિશે સારી જાણકારી હોય અથવા એચઆઈવીના દર્દીઓના ઈલાજનો અનુભવ હોય. એમને તમારી સમસ્યા જણાવો એથી ચોકકસ હૃદયનો ભાર થોડો હળવો થશે અને સારવારથી નોર્મલ જીવન જીવી શકશો. એચઆઈવી ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે એલીઝા નામનો ટેસ્ટ કરવામાં આવે છે. જો આ રીપોર્ટ પોઝીટીવ આવે તો નિદાનની પૃષ્ઠિ કરવા માટે બીજીવાર એલીઝા અથવા વેસ્ટર્ન બ્લોટ નામનો બીજો ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓ વાઈરલ લોડ/ ડી.એન.એ.પી.સી.આર.કરાવે છે જે નિદાન માટેનો ટેસ્ટ નથી. આજે કેટલીક એવી આધુનિક દવાઓ મોજુદ છે જે તમારા શરીરમાં થતી એચઆઈવીની ઝડપી વૃદ્ધિને ધીમી કરે છે એમને એન્ટિ-રીટ્રોવાયરલ કે એન્ટિ-એચઆઈવી દવાઓ કહે છે.

ડોકટરના કહ્યા પ્રમાણે આ દવાઓ નિયમિત યોગ્ય પ્રમાણમાં લેવી અત્યંત જ‚રી છે. જો તે યોગ્ય રીતે અમલ કરવામાં ન આવે તો દવાની અસરકારકતા ઓછી થઈ જાય છે એટલે કે રેજીસ્ટંટ આવી જાય છે. જેને કારણે દર્દીઓને સેક્ધડ લાઈન થેરાપી લેવી પડતી હોય છે. જે પ્રમાણમાં પ્રાઈમરી થેરાપી કરતા થોડી વધારે ખર્ચાળ હોય છે. દવામાં નિયમિતતા એચ.આઈ.વી.ની સારવારમાં સૌથી અગત્યનું પાસુ છે. ગર્વમેન્ટ દ્વારા ફ્રી એ.આર.ટી.સેન્ટર દરેક શહેરોમાં રાખવામાં આવેલ છે. જયાં તદન મફતમાં સારવાર આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.