Abtak Media Google News

ગામનો સર્વાંગી વિકાસ કરાશે: પૂનમબેન માડમ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય  પૂનમબેન માડમએ ગઈ ટર્મની જેમ આ ૧૭ મી લોકસભામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ માર્ગદર્શિકા મુજબ ગામો પસંદ કરેલ છે. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડર ગામની સાંસદ આદર્શ ગ્રામ તરીકે પસંદગી કર્યા છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના અંગેની માર્ગદર્શિકા અનુસાર નક્કી કરાયેલ છે કે ૩૦૦૦ થી પ૦૦૦ ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતોમાંથી જ પસંદગી કરવાની રહેશે માટે જુદા જુદા તાલુકામાં નિયત ધોરણ મુજબની વસતિ ધરાવતા ગામોની જ પસંદગી કરવાની થતી હોઈ, વારાફરતી એકેક તાલુકામાંથી પસંદગી કરવામાં આવી છે.

આ પ્રમાણે ગત્ ટર્મમાં જામનગર સંસદીય મત વિસ્તારમાંથી વસતિનો માપદંડ ધરાવતા જામનગર જિલ્લા તાલુકાના જાંબુડા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામોની પસંદગી સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે ૧૭મી લોકસભા માટે સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે દર વર્ષે એક ગામ સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરવા અને ૩૦૦૦ થી પ૦૦૦ ની વસતિ ધરાવતા જ ગામોની પસંદગી કરવાની થતી હોઈ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર અને દેવભૂમિ દ્વારા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડર ગામની સાંસદ આદર્શ ગામ તરીકે સાંસદ પૂનમબેન માડમ દ્વારા પસંદગી કરવામાં આવી છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસએજીવાય) ૧૧ મી ઓક્ટોબર ર૦૧૪ ના મહાત્મા ગાંધીના આદર્શ ભારતીય ગામ માટેના વ્યાપક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવાની સાથે તે મુજબના ગામના સર્વાંગી વિકાસના હેતુને કેનદ્રમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ અને ઉમદા લક્ષ્યને સિદ્ધ કરવા યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ ઉમદા ઉદ્દેશ્યને સિદ્ધ કરવાની નેમ સાથે ગતટર્મની જેમ આ ટર્મમાં પણ સંસદસભ્ય પૂનમબેન માડમે બે ગામ કાલાવડ તાલુકાનું આણંદપર અને ખંભાળિયા તાલુકાનું ભાડર સાંસદ આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકા મુજબ પસંદ કર્યા છે અને આ યોજના અંતર્ગત જરૃરી જહેમત સંસદસભ્ય પૂનમબેન માડમ ઊઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.