Abtak Media Google News

ગાંધીનગર એલસીબીએ સીસીટીવી ફુટેજ અને મોબાઇલ લોકેશનના આધારે મળી મહત્વની સફળતા: સુત્રધારના પુત્રએ રૂા.10 લાખનું દેણું ચકવ્યું અને એલઆઇસીમાં વીમા પોલીસી ભરી

અબતક,રાજકોટ

કલોક નજીક મહેન્દ્ર સોમા આંગડીયા પેઢીના કર્મચારી પર હુમલો કરી થયેલી બે કરોડની લૂંટનો ગાંધીનગર એલસીબીએ સીસીટીવી અને મોબાઇલ લોકેશનના આધારે ભેદ ઉકેલી પાંચ શખ્સોને ઝડપી લીધા છે. આંગડીયા લૂંટને અંજામ આપવા સુત્રધારે આઉટ સોસ (રાજસ્થાની શખ્સો)ની મદદ લીધી હોવાનું બહાર આવ્યું છે.

ક્લોલ નજીક થઈવે પર થયેલી આંગડિયા પેઢીની રૂ.2.09 કરોડની લૂંટના ગુનાનો ગાંધીનગર જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સંડોવાયેલા આઠ પૈકી પાંચ આરોપીને ઝડપી લીધા છે. પકડાયેલા શખ્સો પાસેથી રૂ.1.00 કરોડની રોકડ તેમજ ગુનામાં વપરાયેલા બે વાહન કબજે કર્યા છે.કલોલના છત્રાલ હાઈવે પર ગત તા.2-2ના રોજ નંબર વગરની સુમો ગાડીએ આંગડિયા પેઢીની કારને આંતરી કારમાં સવાર દીપકકુમાર શાંતિલાલ પટેલને માર મારી રોકડા રૂ.2.09 કરોડની લૂંટ થઇ હતી. જે બનાવની કલોલ તાલુકા પોલીસમાં

ફરિયાદ નોંધાતા ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા, એસપી મયૂર ચાવડા, એલસીબી પીઆઇ એચ.પી. ઝાલા, પીએસઆઇ સત્યેનસિંહ પી. જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ સીસીટીવી કેમેરા, ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવીના ફૂટેજમાં લૂંટમાં આઠ સંડોવાયા અને તેમની ઓળખ મેળવી હતી. બાદમાં લૂંટના ગુનામાં સંડોવાયેલા ઓઢવના સૌરવ ગૌતમ પટેલ, કડી દેત્રોજના વસંત કરમણ ચૌધરી, ડઢાણા રાજસ્થાનના અનિલ શંકર ભગોરા, સંજય બંસીલાલ નિનામાને લૂંટમાં મેળવેલી રૂ.1.09 કરોડની રોકડ તેમજ બે સાથે પકડી પકડાયેલો ભંગારનો વેપારી વસંત પટેલની પૂછપરછમાં તે અવારનવાર એમ.એસ.ગડિયા પેઢીમાં નાણાકીય વ્યવહાર કરવા જતો હોય તે આગડિયા પેઢીમાં કેટલા રૂપિયા આવે છે તે સહિતની વિગતો જાણતો હતો. જેથી તેને ઓઢવના ગૌતમ ગણપત પટેલ સાથે મળી લૂંટનું કાવતરું રચ્યું હતું. ગોતમે પકડાયેલા ઉપરોક્ત તેના પુત્ર સૌરવ સહિત પાંચ અને રાજસ્થાનના ઇશ્વર રામાજી ગામેતી અને મહેસાણા જયદીપસિંહને લૂંટના બનાવમાં સામેલ કરી લૂંટના બનાવને હરિપુરા માંડલના રાજુ હીરા ઠાકોર,અંજામ આપ્યાની કબૂલાત આપી છે. પોલીસે લૂંટના ગુનામાં સંડોવાયેલા સૂત્રધાર ગૌતમ, ઇશ્વર અને જયદીપને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સૂત્રધાર ગૌતમ પટેલના પુત્ર સૌરવની પૂછપરછમાં તેને દેણુ થઇ ગયું હોય લૂંટની રકમમાંથી10 લાખનું દેણુ ચૂકવ્યું હતું. તેમજ ઘરેણાં બેંકમાં ગીરવે મૂકયા હોય તે છોડાવી લીધા હતા. લૂંટની રોકડમાંથી એલઆઇસી પોલિસીનું પ્રીમિયમ પણ ભરી દીધાની કબૂલાત આપી છે. પોલીસે સૌરવ પાસેથી રૂ.40 લાખની રોકડ પણ કબજે કરી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં બે કરોડની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલી નાંખ્યા બાદ પકડાયેલા પાંચ આરોપીની વિશેષ પૂછપરછ કરતા લૂંટના બનાવને અંજામ આપવાનું કાવતરું કરનાર ઓઢવનો ગૌતમ ગણપત પટેલ અને મહેસાણાના વસઇ ગામનો જયદીપસિંહ દેશ છોડી વિદેશ ભાગી ગયાનું જણાવ્યું છે. વિદેશ ભાગી ગયેલા સૂત્રધાર ગૌતમ સામે 2003માં અમદાવાદમાં આંગડિયા લૂંટનો અને 2019માં દેત્રોજ પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.