Abtak Media Google News

સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ મહામારીની ચેઈને તોડવા માટે એક જ માત્ર ઉપાય હતો લોકડાઉન, જેના કારણે લોકોના ધંધા રોજગારમાં ખૂબજ માઠી અસર પડી હતી. ધંધો રોજગાર ઠપ્પ થતા લોકોમાં ચિંતા,ડિપ્રેશન અને માનસિક તાણ જેવી સમસ્યાઓ અનુભવી રહ્યો છે અને અવળુ પગલુ ભરવા મજબુર બની જાય છે. ત્યારે જાણીએ એન્ઝાઈટી(ચિંતા) અને ડિપ્રેશનના લક્ષણો અને તેનો ઉપચાર શું હોય છે.

Advertisement

ડિપાર્ટમેન્ટ ઓફ એમપાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ (DEPwD)ના આંકડાઓ અનુસાર, 15 ડિસેમ્બરથી 30 એપ્રિલ સુધી KIRAN હેલ્પલાઈન પર કુલ 26,047 કોલ આવ્યા હતા. જ્યારે કોલની સંખ્યામાં માર્ચ (3,617)થી એપ્રિલ (3,371)માં ઘટાડો જોવા મળ્યો હતો. કેરળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણા સહિતના કેટલાક રાજ્યોમાં વધારો થયો હતો, જ્યાં કોલની સંખ્યા માર્ચમાં 73 થી વધીને એપ્રિલમાં 170 થઈ ગઈ છે.

હેલ્પલાઈન નં.1800-599-0019 સામાજિક ન્યાય મંત્રાયલ દ્વાર 7 સપ્ટેમ્બર 2020માં મેન્ટલ હેલ્થ રીહબિલટેશન સર્વિસના રૂપમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કોલ કરનારને પહેલા પરામર્શ આપવામાં આવે છે અને માનસિક ચિકિત્સકો અને જરૂરિયાત મુજબ અન્ય નિષ્ણાતો સાથે કનેક્ટ કરવામાં આવે છે.

એન્ઝાઈટી શું હોય છે ?

એન્ઝાઈટી એક માનસિક બીમારી છે. જેમાં પીડિત વ્યક્તિને બેચેની અને ગભરાટ લાથે નકારાત્મક વિચાર,ચિંતા અને ડરનો આભાસ થાય છે. જેમ કે, હાથ ધ્રુજવા, પરસેવો વડવો વગેરે લક્ષણો જણાય છે. જો આ બીમારીનો સમયસર સારવાર ન થાય તો ખતરનાખ સાબીત થઈ શકે છે અને વાઈ (એપીલેપ્સી)નું કારણ બની શકે છે. આગળ જેતા બીમાર વ્યક્તિ અવળુ પગલુ પણ ભરી શકે છે.

એન્ઝાઈટીની સારવાર

એન્ઝાઈટીના તમને કોઈ લક્ષણો દેખાય છે, તો તરત જ તબીબી સલાહ લો અને સારવાર માટે કોઈ પ્રોફેશ્નલ ડોક્ટરને બતાવો. ડિપ્રેશન તથા એન્ઝાઈટીની સારવાર દવા, પરામર્શ તથા મિશ્રિત ઉપયોગથી ખૂબ જ સરળતાથી કરી શકાય છે.

ડિપ્રેશન શું છે ?

ડિપ્રેન એક મેન્ટલ ડિસોર્ડર એટલે કે, એક ગંભીર માનસિક બીમારી છે.આમા વ્યક્તિ ઉદાસ રહે છે અને તેના મગજમાં બધા સમયે નકારાત્મક વિચારો આવતા રહે છે. ઘણી વખત વ્યક્તિ પરિસ્થિતિઓ સામે એટલી લાચાર લાગે છે કે તે પોતાનું જીવન ખતમ કરવા વિશે વિચારવાનું શરૂ કરે છે. હતાશાને લીધે માંદગી વ્યક્તિ માટે સામાન્ય જીવન જીવવાનું મુશ્કેલ બને છે.

ડિપ્રેશન માત્ર માનસિકને જ નહીં શારીરિકને પણ નુકસાન પહોંચાડે છે. પુરુષો,મહિલાઓ અને બાળકોમાં જુદા જુદા લક્ષણો હોઈ શકે છે, પરંતુ ડિપ્રેશનથી દરેક દર્દીને કોઈક પરિસ્થિતિમાં ફસાયેલા અને એકલા લાગે છે. WHOના એક રિપોર્ટમાં મુજબ, વિશ્વભરમાં લગભગ 26 કરોડ લોકો ડિપ્રેશનની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.

ડિપ્રેશનનું કારણ

ડિપ્રેશનમાં જવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. જો કુટુંબમાં કોઈ પહેલેથી ડિપ્રેશનમાં રહ્યું હોય, બાળપણમાં બનેલી કોઈ ઘટના, મગજની સંરચના, મેડિકલ કન્ડીશન, ડ્રગની આદત, નજીકનું મૃત્યુ થવુ, સંબંધોમાં સમસ્યા, યોગ્ય ચીજોનો અભાવ, નોકરીમાં સમસ્યા, કર્જનો ભાર, કોઈ નજીકના મિત્રનું કે સંબંધીનું અકસ્મિક ઘટનાઓને કારણ દૂર થવાથી લોકો ડિપ્રેશનમાં જતા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.