Abtak Media Google News

ચકચારી ગુજસીટોક પ્રકરણના સુત્રધાર જયેશ પટેલની નાણાકીય લેવડ દેવડ કરતા શખ્સને પોલીસે પકડી પાડી પુછપરછ શરૂ કરી છે.

જામનગરના અતિ ચકચારી ગુજસિટોકના પ્રકરણમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ મહિનાના સમયગાળા પછી વધુ એક આરોપીને પકડ્યો છે, અને પૂછપરછ શરૂ કરી છે. કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલના સાગરિત મનાતા અને નાણાકીય લેવડદેવડ સંભાળતા શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. આ પ્રકરણમાં ધરપકડનો આંક ૧૨નો થયો છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત હજુ ત્રણ આરોપી ફરાર છે. જામનગરના અતિ ચકચારી ગુજસીટોક  પ્રકરણમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સહિત ૧૪ આરોપીઓ સામે જામનગરનો સૌ પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે અગાઉ એક નિવૃત પોલીસ કર્મચારી, એક પૂર્વ કોર્પોરેટર,૨ બિલ્ડર, એક વકીલ સહિત ૧૧ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, અને હાલ તમામ જેલવાસ ભોગવી રહ્યા છે. જે પ્રકરણમાં ત્રણ મહિનાના લાંબા વિરામ પછી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જામનગરના એસપી નીતીશ પાંડેની રાહબરી હેઠળ ગુજસીટોક પ્રકરણની તપાસ ચલાવી રહેલી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે આજે વધુ એક આરોપીની અટકાયત કરી છે.  રણજીત સાગર રોડ પર રહેતા અને મની ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતા અનિલ ડાંગરિયા નામના શખ્સની અટકાયત કરી છે. જે શખ્સ કૂખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ સાથે જોડાયેલો હોવાનું અને જયેશ પટેલનું તમામ પ્રકારનું મની મેનેજમેન્ટ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસ દ્વારા તેની ઉંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જયેશ પટેલ દ્વારા ખંડણી મારફતે મળતા પૈસાની અનિલ ડાંગરિયા દેખરેખ રાખતો હોવાનું તેમ જ તેની પ્રોપર્ટીનું ઇન્વેસ્ટમેન્ટ સહિતનું કામ તેમજ નાણાં સગેવગે કરવાનું કામ સંભાળતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજસીટોકના કાયદાની કલમ ૪ હેઠળ તેની સામે ગુનો બને છે. જે પ્રકરણમાં અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.  આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૧૨નો થયો છે જ્યારે મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ તેમજ તેની સાથે જોડાયેલા અને જામનગરના બિલ્ડર એવા રમેશ અભંગી તેમજ સુનિલ ચાંગાણી પણ નાસ્તા ફરે છે. જે ત્રણેય આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.